ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધવા માટેનું ઓપરેશન ખાબલા જંગલના વિસ્તાર સુધી લંબાવાયું - Operation to catch terrorists

પૂંચ જિલ્લાના સુરનકોટ, મેંધરના જંગલો તેમજ રાજૌરી જિલ્લાના થાનામંડીમાં આતંકવાદ વિરોધી કામગીરી(Counter-terrorism operations) શનિવારે 27માં દિવસમાં પ્રવેશ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, પુંછ-રાજૌરીના જંગલ વિસ્તાર(Forest of Poonch-Rajouri)માં આતંકીઓને પકડવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધવા માટેનું ઓપરેશન ખાબલા જંગલના વિસ્તાર સુધી લંબાયું
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધવા માટેનું ઓપરેશન ખાબલા જંગલના વિસ્તાર સુધી લંબાયું

By

Published : Nov 6, 2021, 2:03 PM IST

  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને શોધવા ઓપરેશન ખાબલા જંગલના વિસ્તાર સુધી લંબાયું
  • મુસાફરોની સુરક્ષાને લઈને રાજૌરીને થાનામંડી જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો
  • 11-14 ઓક્ટોબરના રોજ નવ આર્મીના જવાનો શહીદ થયા હતા

રાજૌરી: જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના રાજૌરીને થાનામંડી સાથે જોડતો મુખ્ય માર્ગ શનિવારે ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે, સુરક્ષા દળોએ વિસ્તારમાં આતંકવાદીઓના જૂથને શોધી કાઢવા માટે તેમની કામગીરી ખાબલા જંગલ સુધી લંબાવી હતી.

પૂંછ-રાજૌરીના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને પકડવાનું ઓપરેશન ચાલી રહ્યું

પૂંચ જિલ્લાના સુરનકોટ, મેંધરના જંગલો તેમજ રાજૌરી જિલ્લાના થાનામંડીમાં આતંકવાદ વિરોધી કામગીરી શનિવારે 27માં દિવસમાં પ્રવેશી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે પૂંછ-રાજૌરીના જંગલ (Forest of Poonch-Rajouri)વિસ્તારમાં આતંકવાદીઓને પકડવાનું ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે સુરક્ષા દળો(Security forces)ને શનિવારે વહેલી સવારે મુગલ રોડની સાથે ખાબલાના વિશાળ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળી હતી.

શંકાસ્પદ આતંકવાદીઓનો કોઈ પત્તો લાગ્યો નથીઃ અધિકારી

અધિકારીઓએ કહ્યું કે, સેના અને પોલીસે ખાબલાના જંગલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું પરંતુ શંકાસ્પદ આતંકવાદીઓનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઉપરાંત ઓપરેશન દરમિયાન મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે રાજૌરી-થાનામંડી રોડ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

અગાઉ, 11 ઓક્ટોબરના રોજ સુરનકોટના જંગલમાં તેમજ 14 ઓક્ટોબરના રોજ મેંધરના જંગલમાં સર્ચ ઓપરેશન(Search operation in the forest)ના પહેલા દિવસે આતંકવાદીઓ સાથેની બે અલગ-અલગ અથડામણમાં બે જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) સહિત નવ આર્મીના જવાનો શહીદ થયા હતા.

આ પણ વાંચોઃ ઓમાન બાદ ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને આપી મંજૂરી, ભારતીયોને મળશે એન્ટ્રી

આ પણ વાંચોઃ કોરોનાના ડરે શિકાગો એરપોર્ટ પર 3 મહિના સુધી રોકાનારા ભારતીયને કોર્ટે નિર્દોષ છોડ્યો

ABOUT THE AUTHOR

...view details