ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Section 6A Of Citizenship Act : નાગરિકતા કાયદાની કલમ 6A ને પડકારતી અરજીઓ પર 17 ઓક્ટોબરથી સુનાવણી - આસામ સરકાર

નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 6Aની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા 17 ઓક્ટોબરથી સુનાવણી શરુ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કલમ 6A 1955ના અધિનિયમમાં દાખલ કરવામાં આવેલ વિશેષ જોગવાઈ છે. કેન્દ્ર અને આસામ સરકારે દલીલ કરી છે કે, કલમ 6A માન્ય છે અને કોર્ટને અરજીઓ ફગાવી દેવા વિનંતી કરી છે.

Section 6A Of Citizenship Act
Section 6A Of Citizenship Act

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 9:02 PM IST

નવી દિલ્હી : નાગરિકતા અધિનિયમ 1955 ની કલમ 6Aની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર 17 ઓક્ટોબરથી સુનાવણી શરૂ કરવામાં આવશે. આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે જણાવ્યું હતું કે, આ કેસ મામલે 10 જાન્યુઆરી 2023 ના રોજ પ્રક્રિયાત્મક નિર્દેશ અગાઉ જ જાહેર કરી દેવામાં આવ્યા છે.

શું છે મામલો ? આ અંગે ખંડપીઠે કહ્યું કે, આ કેસમાં નિયુક્ત કરાયેલા બે નોડલ વકીલોએ એક સામાન્ય સંકલન તૈયાર કર્યું છે. તેને 22 ઓગસ્ટ 2023 ના રોજ જાહેર કરાયેલા પરિપત્રના અનુરૂપ લાવવાની જરૂર છે. જેથી ખાસ કરીને ખંડપીઠ સમક્ષના કેસોમાં સોફ્ટ કોપી ફાઈલિંગને સુવ્યવસ્થિત કરી શકાય. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 17 ઓક્ટોબરથી નક્કી કરી છે. કેન્દ્ર અને આસામ સરકારે દલીલ કરી છે કે, કલમ 6A માન્ય છે અને કોર્ટને અરજીઓ ફગાવી દેવા વિનંતી કરી છે.

કલમ 6A શું છે ?કલમ 6A હેઠળ 1 જાન્યુઆરી 1966 પહેલા આસામમાં પ્રવેશ કરનાર અને સામાન્ય રીતે વસવાટ કરતા વિદેશીઓ પાસે ભારતના નાગરિકોને મળતા તમામ અધિકારો અને જવાબદારીઓ હશે. વધુમાં જે લોકો 1 જાન્યુઆરી 1966 અને માર્ચ 25 1971 વચ્ચે આસામમાં આવ્યા હતા, તેઓને સમાન અધિકારો અને જવાબદારીઓ હશે. પરંતુ તેઓ 10 વર્ષ સુધી મતદાન કરી શકશે નહીં. કલમ 6A 1955ના અધિનિયમમાં દાખલ કરવામાં આવેલ વિશેષ જોગવાઈ છે. 15 ઓગસ્ટ 1985 ના રોજ રાજીવ ગાંધી સરકાર દ્વારા આસામ આંદોલનના નેતાઓ સાથે હસ્તાક્ષર કરાયેલ આસામ સમજોતા નામના સમજૂતી પત્રને આગળ ધપાવવા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતની કાર્યવાહી : એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ કલમ આસામી સંસ્કૃતિ, વારસો, ભાષાકીય અને સામાજિક ઓળખને જાળવવા અને બચાવવા માટે દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, 2015માં સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની બેન્ચ દ્વારા આ કેસને બંધારણીય બેંચને મોકલવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2014 માં સર્વોચ્ચ અદાલતે કલમ 6A ની બંધારણીયતા સામે ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓને આવરી લેતા 13 પ્રશ્નો તૈયાર કર્યા હતા.

  1. OBC Reservation: રાજ્યમાં OBC અનામત લાગુ કરવામાં સરકારની દાનત નથી, અમિત ચાવડાનો આક્ષેપ
  2. Divorce Case: સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા દંપતીના છૂટાછેડા મામલે આપેલો નિર્ણય રદ કર્યો, જાણો શું છે સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details