વારાણસીઃમહાશિવરાત્રી પહેલા શ્રીકાશી વિશ્વનાથ મંદિરના (Shrikashi Vishwanath Temple) ગર્ભગૃહને સજાવવાનું (Mahashivaratri 2022) કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રવિવારે સોનાથી સુશોભિત કર્યા બાદ પ્રથમ વખત ગર્ભગૃહની (sanctum sanctorum gilded ) અંદર પ્રાર્થના કરી હતી. મહત્વની વાત એ છે કે, વિશ્વનાથ ધામ તૈયાર થયા બાદ દક્ષિણના વેપારીની મદદથી વિશ્વનાથ મંદિર પ્રશાસને ગર્ભગૃહની દિવાલોને સોનાથી મઢાવવાની કામગીરી પણ કરી હતી, જે વિશેષ પૂજા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે પૂજા કરવામાં આવી હતી.
આ પણ વાંચો:Mahashivaratri 2022: મહાશિવરાત્રી પર શિવયોગનો અદ્ભુત સમન્વય, શુભ સમયે કરો જલાભિષેક
મંદીરની દિવાલોમાં સોનાનો ઢોળ
શ્રીકાશી વિશ્વનાથ મંદિરના પુનર્નિર્માણ પછી, મંદિરના ગર્ભગૃહની દિવાલો ખૂબ જ જૂની અને જર્જરિત જણાતી હતી. આ અંગે એક વેપારીના અનેક પ્રયાસો બાદ વિશ્વનાથ મંદિર પ્રશાસને મંજૂરી આપી દીધી હતી. ટેક્નિકલ નિષ્ણાતો દ્વારા મંદિરની દિવાલોની તપાસ કરવામાં આવી હતી. જેમાં મંદિરની દીવાલો જૂની હોવાને કારણે સોનાના વજનથી સોનું લઈ જઈ શકાતું ન હોવાનું જણાવવામાં આવ્યું હતું, જો કે બાદમાં ટેક્નિકલ ટીમે સ્પેશિયલ પટ્ટીની મદદથી તેના પર કેમિકલ લગાવ્યા બાદ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. આ પછી રવિવારે નિરિક્ષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પૂજા પણ કરી હતી.
આ પણ વાંચો:Mahashivratri 2022: CM ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મહાદેવના કર્યા દર્શન
આરતીના સમયમાં ફેરફાર
મહાશિવરાત્રિ (Mahashivaratri 2022) પર શ્રીકાશી વિશ્વનાથ મંદિર તરફથી અહીં યોજાનારી 4 અલગ-અલગ આરતીઓના સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. વિશ્વનાથ મંદિર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક અનુસાર, મંગળા આરતી 1 માર્ચે સવારે 2:15 વાગ્યે પૂજા સાથે શરૂ થશે. આરતી 3:15 વાગ્યે સમાપ્ત થશે. મંદિર દર્શનાર્થીઓ માટે સવારે 3:30 વાગ્યે ખોલવામાં આવશે, જ્યારે મધ્યાહન ભોગ આરતી 12:00 વાગ્યે શરૂ થશે અને 12:30 વાગ્યે સમાપ્ત થશે. સાંજે થતી સપ્ત ઋષિ આરતી અને રાત્રિની શયન આરતી, તે દિવસે શૃંગાર આરતી કરવામાં આવશે નહીં. તેની જગ્યાએ 4 અલગ-અલગ પ્રકારની આરતી કરવામાં આવશે.