ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અયોધ્યામાં રામ જન્મભૂમિ તરફથી જતા માર્ગને 'કલ્યાણ સિંહ માર્ગ' નામ અપાશે - રાજસ્થાન-હિમાચલના પૂર્વ રાજ્યપાલ

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ (Former Chief Minister of Uttar Pradesh Kalyan Singh)નું તાજેતરમાં જ નિધન થયું છે. ત્યારે અયોધ્યામાં (Ayodhya) રામ જન્મભૂમિ (Ram Janmbhoomi) તરફ આવનારા રસ્તાનું નામ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નામ પર રાખવામાં આવશે. અયોધ્યા (Ayodhya) સિવાય ઉત્તરપ્રદેશના 5 શહેરોમાં પણ તેમના નામ પર રસ્તાઓનું નામ રાખવામાં આવશે. જ્યારે અલીગઢ એરપોર્ટનું નામ પણ કલ્યાણ સિંહના નામ પર હશે. આ માટે કેબિનેટમાં જોગવાઈ લાવવામાં આવશે.

અયોધ્યામાં રામ જન્મભૂમિ તરફથી જતા માર્ગને 'કલ્યાણ સિંહ માર્ગ' નામ અપાશે
અયોધ્યામાં રામ જન્મભૂમિ તરફથી જતા માર્ગને 'કલ્યાણ સિંહ માર્ગ' નામ અપાશે

By

Published : Aug 23, 2021, 1:33 PM IST

  • અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર (Ram Janmbhoomi) તરફથી આવતા રસ્તાનું નામ કલ્યાણ સિંહના નામ પરથી રખાશે
  • અયોધ્યા (Ayodhya) સિવાય ઉત્તરપ્રદેશના 5 શહેરોમાં પણ તેમના નામ પર રસ્તાઓનું નામ રખાશે
  • અલીગઢ એરપોર્ટનું નામ પણ કલ્યાણ સિંહના (Kalyan Singh) નામ પર હશે, આ માટે કેબિનેટમાં જોગવાઈ લવાશે

લખનઉઃ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાન-હિમાચલના પૂર્વ રાજ્યપાલ (Former Governor of Rajasthan-Himachal) કલ્યાણ સિંહ (Kalyan Singh)નું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી બિમાર હતા. છેલ્લા દોઢ મહિનાથી કલ્યાણ સિંહ લખનઉમાં આવેલી એસજીપીજીઆઈ (SGPGI)માં દાખલ હતા, જ્યાં શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના નિધન પર ઉત્તરપ્રદેશમાં ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. તો આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના અંતિમ સંસ્કાર આજે થશે, CM યોગી સહિત અનેક નેતાઓ પહોંચ્યા

કલ્યાણ સિંહના નામે નામકરણ અંગે કેબિનેટમાં જોગવાઈ લવાશે

તેવામાં કલ્યાણ સિંહના સન્માનમાં અયોધ્યા (Ayodhya)માં રામ જન્મભૂમિ (Ram Janmbhoomi) તરફથી આવતા માર્ગનું નામ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નામ પર રાખવામાં આવશે. અલીગઢ એરપોર્ટનું નામ પણ કલ્યાણ સિંહના નામ પર રાખવામાં આવશે. આ માટે હવે કેબિનેટમાં જોગવાઈ લાવવામાં આવશે.

આ પણ વાંચોઃઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને ક્યાં કારણથી ગુમાવવી પડી હતી સરકાર ?

રાજ્યના 5 જિલ્લામાં એક-એક માર્ગ કલ્યાણ સિંહ માર્ગ કરવાની જાહેરાત કરી છે

ઉત્તરપ્રદેશમાં નાયબ મુખ્યપ્રધાને મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યના 5 જિલ્લામાં એક-એક માર્ગ કલ્યાણ સિંહ માર્ગ કરવાની જાહેરાત કરી છે. તેમાં લખનઉ, અયોધ્યા, પ્રયાગરાજ, બુલંદશહર અને અલીગઢમાં એક-એકલ માર્ગ કલ્યાણ સિંહ માર્ગના નામે હશે. મુખ્યપ્રધાન તરીકે કલ્યાણ સિંહની વિધાનસભામાં આપવામાં આવેલી સ્પીચનું સંકલન કરીને તેને જાહેર કરવામાં આવશે. આગામી 5 દિવસમાં તેમનો વીડિયો જાહેર કરવામાં આવી શકે છે.

કલ્યાણ સિંહને વિદાય આપવા લોકોની ભીડ ઉમટી

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના આજે બુલંદ શહેર જિલ્લાના નરૌરામાં આવેલા રાજઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રામાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામેલ થશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ (Madhya Pradesh Chief Minister Shivraj Singh Chauhan) પણ આમાં સામેલ થાય તેવી શક્યતા છે. કલ્યાણ સિંહનો પાર્થિવ દેહ રવિવારે સાંજે અલીગઢમાં લાવવામાં આવ્યો હતો. અહીં અહિલ્યાબાઈ હોલ્કર સ્ટેડિયમમાં આખી રાત તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. હવે તેમની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. તો પૂર્વ મુખ્યપ્રધાનની અંતિમ યાત્રા જોવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે અલીગઢના માર્ગ પર લોકોની ભીડ એકઠી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details