- CBSE આજે ધોરણ 10નું પરિણામ જાહેર
- CBSEની વેબસાઈટ પરથી જોઈ શકાશે પરિણામ
- કોરોનાના કારણે ધોરણ 10ની પરીક્ષા નહતી લેવાઈ
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (Central Board of Secondary Education) આજે બપોરે 12 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થયુ છે. વિદ્યાર્થીઓ CBSEની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકાશે.
આ પણ વાંચો-ધોરણ 12ના સમાન્યપ્રવાહનું પરિણામ જાહેર, બોર્ડના ઇતિહાસમાં સૌથી ખરાબ પરિણામ
આ વખતે કોરોનાના કારણે પરીક્ષા નહતી લેવાઈ
આપને જણાવી દઈએ કે, કોરોનાના કારણે આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા નહતી લેવાઈ. પરીક્ષા પરિણામ તૈયાર કરવા માટે CBSE તરફથી મૂલ્યાંકન નીતિ જાહેર કરવામાં આવી હતી. તેના આધારે CBSEએ આ વર્ષનું પરિણામ તૈયાર કર્યું છે.
આ પણ વાંચો-બોર્ડના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પરિણામ: કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી
ડિજિ લોકર પર પણ પરિણામ અપલોડ કરવામાં આવ્યું
ધોરણ 10ના વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઈટ www.cbse.nic.in, www.cbseresults.nic.in અથવા www.cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ જોવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત પરીક્ષા પરિણામ ડિજિ લોકર પર પણ અપલોડ કરવામાં આવ્યુ છે.