- RBIએ આઠમી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી
- 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ 17.2% અંદાજો
- ભારતની વિકાસની ગતિ મજબૂત થતી જણાય
મુંબઈ: સતત બે મહિના સુધી ફુગાવાના લક્ષ્ય ઉપર રહેવાની વચ્ચે કેન્દ્રીય બેંકે શુક્રવારે તેની ચોથી દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા હાથ ધરી હતી. આમાં, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ(RBI) સતત આઠમી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે રેપો રેટ ચાર ટકા પર યથાવત છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસનુ નિવેદન
આ સાથે ભારતીય રિઝર્વ બેન્કે 4 ટકાના રેપો રેટ અને 3.35 ટકાના રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (Governor Shaktikant Das) કહ્યું કે, આ સમયગાળા દરમિયાન અર્થતંત્રને રોગચાળાના પાયમાલથી બચાવવા માટે, રિઝર્વ બેંકે અનપેક્ષિત કટોકટીનો સામનો કરવા માટે 100 થી વધુ પગલાં લીધા છે. નાણાકીય બજાર ચાલુ રાખવા માટે અમે નવા અને બિનપરંપરાગત પગલાં લેવામાં અચકાતા નથી.
ભારત ઘણી સારી સ્થિતિમાં છેઃ ગવર્નર