- દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે 24 સપ્ટેમ્બરે ક્વાડના શિખર સંમેલનનું આયોજન થશે
- ચીને અમેરિકાના રાષ્ટ્રપતિના હોસ્ટિંગમાં યોજાનારા ક્વાડ શિખર સંમેલનને લઈને નિશાન સાધ્યું હતું
- આ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ડિજિટલ માધ્યમથી ક્વાડ શિખર સંમેલન યોજ્યું હતું
ન્યૂઝ ડેસ્કઃ આ વર્ષે માર્ચ મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ડિજિટલ માધ્યમથી ક્વાડ શિખર સંમેલન યોજ્યું હતું. ત્યારે દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધતી આક્રમકતા વચ્ચે ક્વાટના શિખર સંમેલનનું આયોજન થશે. ચીને અમેરિકાના રાષ્ટ્રપતિના હોસ્ટિંગમાં યોજાનારા ક્વાડ શિખર સંમેલનને લઈને નિશાન સાધતા કહ્યું હતું કે, બીજા દશોને લક્ષિત કરવા માટે જૂથવાદ કામ નહીં આવે અને તેનું કોઈ ભવિષ્ય નથી.
આ પણ વાંચો-અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન 24 સપ્ટેમ્બરે Quad સમૂહના નેતાઓના પહેલા વ્યક્તિગત શિખર સંમેલનને હોસ્ટ કરશે
દેશો વચ્ચે સહયોગના માધ્યમથી ત્રીજા પક્ષને નિશાન ન બનાવવું જોઈએઃ ચીન
રાષ્ટ્રપતિ બાઈડન વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે પ્રત્યક્ષ રીતે યોજાવા જઈ રહેલા ક્વાડ શિખર સંમેલનનું આયોજન કરશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા ભાગ લેશે. ક્વાડના આગામી શિખર સંમેલનને લઈને ટિપ્પણી માટે પૂછવામાં આવતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે, દેશો વચ્ચે સહયોગના માધ્યમથી ત્રીજા પક્ષને નિશાન ન બનાવવું જોઈએ.
આ પણ વાંચો-દક્ષિણ ચીનમાં કોરોનાનો પ્રકોપ, પુતિન શહેરમાં બસ અને ટ્રેનિંગ સેવા સ્થગિત
ત્રીજા પક્ષના હિતને નુકસાન ન પહોંચવું જોઈએઃ ચીન
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચીનનું માનવું છે કે, કોઈ પણ ક્ષેત્રીય સહયોગ ઢાંચાના સમયની પ્રવૃત્તિની સાથે થવી જોઈએ અને ક્ષેત્રના દેશો વચ્ચે આપસના વિશ્વાસ તથા સહયોગના અનુકૂળ હોવી જોઈએ. આના માધ્યમથી કોઈ ત્રીજા પક્ષને નિશાન ન બનાવવું જોઈએ અથવા તો તેમના હિતને નુકસાન ન પહોંચવું જોઈએ.
બીજા દેશોને નિશાન બનાવવા માટે જૂથવાદ ન થવો જોઈએઃ ચીન
લિજિયાને કહ્યું હતું કે, બીજા દેશોને નિશાન બનાવવા માટે જૂથવાદ ન થવો જોઈએ અને આ રીતે કામ નહીં કરે તથા તેનું કોઈ ભવિષ્ય નથી. તેમણે કહ્યું હતું કે, હું આ વાતનો ઉલ્લેખ કરવા માગું છું કે, ચીન માત્ર એશિયા પ્રશાંત ક્ષેત્રમાં જ આર્થિક વિકાસનું એન્જિન નથી, પરંતુ આ શાંતિની રક્ષા કરનારી મુખ્ય શક્તિ પણ છે. ચીનની ઉન્નતિ વિશ્વમાં શાંતિ માટે સારા સમાચાર છે. નવેમ્બર 2017માં ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગને ખૂલ્લો રાખવાના સંબંધમાં નવી રણનીતિ બનાવવા ક્વાડના ગઠનને લંબાવવાની જોગવાઈને આકાર આપ્યો હતો. માર્ચમાં રાષ્ટ્રપતિ બાઈડને ડિજિટલ રીતે ક્વાડ શિખર સંમેલન યોજ્યું હતું.