- દેશમાં વધી રહી છે સાયબર ક્રાઇમની ઘટનાઓ
- 2019ના 3.3 ટકાથી વધીને 2020માં 3.7 થઈ ગયો સાયબર ક્રાઇમનો દર
- 2 લાખ લોકો સાથે છેતરપિંડી, 5,000 ઘટનાઓમાં જ કેસ નોંધાયા
હૈદરાબાદ: ભારતમાં સાયબર ક્રાઇમ (Cyber Crime in India)ની ઘટનાઓ વધી રહી છે. દેશમાં સાયબર ક્રાઇમ (Cyber Crime Rate In India)નો દર 2019ના 3.3 ટકાથી વધીને 2020માં 3.7 થઈ ગયો. નેશનલ ક્રાઇમ બ્યૂરો (NCRB) પ્રમાણે 2020માં સાયબર ગુનાઓના 50,035 કેસ નોંધાયા હતા, જેમાંથી 60.2 ટકા ઑનલાઇન નાણાકીય છેતરપિંડીના હતા. કોઈના બેંક એકાઉન્ટમાં હેકર્સ ઘૂસ્યા તો કેટલાક લોકોએ ખોટા OTP અને ઑનલાઇન બેકિંગ દરમિયાન પૈસા ગુમાવ્યા (Fraud In Online Banking).
કાયદાકીય મુશ્કેલીમાં પડવા ન માંગતા હોવાથી લોકો ફરિયાદ નથી કરતા
ઘણીવાર નાની રકમ ગુમાવનારા કાયદાકીય મુશ્કેલીમાં પડવા નથી માંગતા અને તેના કારણે ફરિયાદ નથી કરતા. નોંધાયેલા આંકડાઓ વાસ્તવિકતામાં બનેલી ઘટનાઓથી ઘણા ઓછા છે. આનું અનુમાન તેનાથી લાગી શકે છે કે ગૃહ મંત્રાલયના પોર્ટલ cybercrime.gov.inના માધ્યમથી જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2021 એટલે કે એક વર્ષની વચ્ચે 2 લાખ લોકોએ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ કરી હતી, તેમાંથી તપાસ બાદ ફક્ત 5,000 ઘટનાઓમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
ઑનલાઇન છેતરપિંડી થવા પર સંપૂર્ણ રકમ પાછી મળી શકે છે
સિક્યુરિટી રિસર્ચ ફર્મ નૉર્ટન લાઇફલોકના એપ્રિલ 2021માં જાહેર રિપોર્ટ પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં દેશમાં લગભગ 2.7 કરોડની પર્સનલ જાણકારી (એકાઉન્ટ નંબર, પાસવર્ડ, OTP, ફોન નંબર) ચોરી થયા. હેકર્સ પાસવર્ડ અને પર્સનલ ડિટેઇલના આધાર પર તમારા બેંક એકાઉન્ટમાં ઘૂસી શકે છે. મોટાભાગના લોકો સાયબર નાણાકીય છેતરપિંડી થવા પર એ વિચારીને ચૂપ રહી જાય છે કે આવી સ્થિતિમાં કંઇપણ ન કરી શકાય, પરંતુ તેવું નથી. ઑનલાઇન છેતરપિંડી થવા પર તમને સંપૂર્ણ રકમ પાછી મળી શકે છે.
બિનઅધિકૃત લેવડ-દેવડ થાય ત્યારે પણ પૈસા પાછા મળી શકે છે
ભારતીય રિઝર્વ બેંક (RBI)ના દિશા-નિર્દેશો પ્રમાણે, જો કોઈપણ બિનઅધિકૃત લેવડ-દેવડ થાય છે તો ત્યારબાદ પણ તમારા સંપૂર્ણ પૈસા પાછા મળી શકે છે. આ માટે સતર્કતા જરૂરી છે. RBI પ્રમાણે બેંકને આવા કોઈપણ ગેરકાયદેસર વ્યવહારો વિશે માહિતી આપીને તમે નુકસાન ટાળી શકો છો. જ્યારે તમે કાર્ડ અથવા ઓનલાઈન પેમેન્ટ કરો છો, ત્યારે એકાઉન્ટ સાથે સંબંધિત ફોન નંબર પર મેસેજ આવે છે. તેમાં ઓનલાઇન ફરિયાદની લિંક અને ફોન નંબર પણ હોય છે.
3 દિવસની અંદર ફરિયાદ કરવા પર ગુમાવેલી રકમ પાછી મળી શકે
નિયમ પ્રમાણે, ઑનલાઇન નાણાકીય છેતરપિંડી થયાના 3 દિવસની અંદર તમે ટ્રાન્ઝેક્શન વિશે બેંકને સૂચના આપો. બેંકોની પાસે વીમા પોલિસી હોય છે, જેનાથી તે ઑનલાઇન છેતરપિંડીમાં ગુમાવેલી રકમ ક્લેમ કરી શકે છે. ગ્રાહકોની ફરિયાદ મળતા જ બેંક છેતરપિંડીની વિગતો સીધી વીમા કંપનીને મોકલે છે. વીમા કંપનીના પૈસાથી ગ્રાહકના નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે. જો ગ્રાહક 3 દિવસની અંદર બેંકને ફ્રોડની સૂચના નથી આપતો તો 4થી 7 દિવસની અંદર ફરિયાદ જરૂર કરી દે. આવી સ્થિતિમાં 25,000 સુધીનું નુકસાન ઉઠાવવું પડશે.
ઓનલાઈન છેતરપિંડી બાદ ભૂલ ક્યાં થાય છે?
Microsoft 2021 ગ્લોબલ ટેક સપોર્ટ સ્કેમ રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં ઑનલાઇન છેતરપિંડીના શિકાર 73 ટકા લોકોએ સ્કેમર અથવા છેતરપિંડી કરનારા સાથે વાત કરી હતી અને તેની જાળમાં ફસાઇને રૂપિયા ગુમાવ્યા હતા. આમાંથી 31 ટકા લોકો ઘટના બાદ છેતરપિંડી કરનારાઓથી રૂપિયા પાછા લેવામાં ફસાયેલા રહ્યા. જ્યારે કોઈ વ્યક્તિ ઑનલાઇન ફ્રોડનો શિકાર થાય છે તો બેંકને જાણ નથી કરતો. સર્વેમાં એ સામે આવ્યું છે કે છેતરપિંડી બાદ લોકો છેતરપિંડી કરનારા ગ્રુપ અથવા કંપની સાથે વાટાઘાટોમાં સમય બરબાદ કરી દે છે.
આ વાતો ધ્યાનમાં રાખો
- પોતાનો પિન, કાર્ડ ડિટેઇલ્સ અને વન ટાઇમ પાસવર્ડ (OTP) કોઈને શેર ન કરો
- કાર્ડનો CCV નંબર (કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ) જે કાર્ડની પાછલના ભાગે 3થી 4 સંખ્યાનો નંબર હોય છે એ અને એક્સપાયરી ડેટ ન જણાવો
- જન્મદિવસ, ફોન અથવા એકાઉન્ટ નંબરમાંથી કોઇનો પોતાના પિન તરીકે ઉપયોગ ન કરો
- ઇન્ટરનેટ બેંકિંગ લૉગ ઇન ID, પાસવર્ડ અને બીજી વ્યક્તિગત જાણકારી કોઈની સાથે શેર ન કરો
- બેંક તરફથી ગ્રાહકની વ્યક્તિગત માહિતી, પાસવર્ડ અથવા વન ટાઇમ SMS પાસવર્ડ વિશે નથી પૂછવામાં આવતું. આવા ફોન કોલનો ક્યારેય જવાબ ન આપો
- પાસવર્ડ, પિન વગેરે અત્યંત ગોપનીય હોય છે અને આની બેંકના કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓને પણ જાણ નથી હોતી
- એવા કૉલ્સથી સાવધાન રહો જેમાં યુઝરને ID, પાસવર્ડ, ડેબિટ કાર્ડ નંબર, પિન, CVV વગેરેને અપડેટ અથવા વેરિફાઇ કરવા માટે કહેવામાં આવે
- આવું થવા પર પોતાની બેંકને ફોન કૉલ વિશે જાણકારી આપો
- જો તમે કૉલ પર પાસવર્ડ જણાવી દીધો છે તો તેને તાત્કાલિક બદલી દો
તો શું કરવું જોઇએ?
- ફોન અથવા મેઇલમાં આવેલી અજાણી લિંક્સને ક્યારેય ક્લિક ન કરો
- સાર્વજનિક કોમ્પ્યુટર અને વાઇફાઇથી ક્યારેય ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન ન કરો
- જો તમને કોઈપણ લેવડ-દેવડ દરમિયાન શંકા થાય છે તો ટ્રાન્ઝેક્શન રોકી દો
- જો છેતરપિંડીનો શિકાર થઈ જાઓ છો તો તાત્કાલિક ટ્રાન્ઝેક્શન ડિટેઇલ સાથે જાણ કરો
- ગૃહ મંત્રાલયના પોર્ટલ cybercrime.gov.in પર જઇને ફરિયાદ જરૂર કરો
આ પણ વાંચો: Goldની કિંમત ઘટતા ખરીદી કરનારા માટે સોનેરી તક, સોનાની કિંમત 50,000 રૂપિયાની નીચે
આ પણ વાંચો: RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત