- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત
- 5 ઓગસ્ટનો દિવસ કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતાનું પ્રમાણ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- રામ મંદિર (Ram Mandir)ના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમ છેઃ વડાપ્રધાન મોદી
- આ વર્ચ્યૂઅલ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) પણ ઉપસ્થિત રહ્યા હતા
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગુરૂવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉત્તરપ્રદેશના 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આજે તમારી સાથે વાત કરીને ખૂબ જ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે, દિલ્હીથી અન્નનો એક-એક કણ મોકલવામાં આવી રહ્યો છે. તે દરેક લાભાર્થીઓની થાળી સુધી પહોંચી રહ્યો છે.
આ પણ વાંચો-દાહોદમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ યોજાયો, વડાપ્રધાને વર્ચુઅલ રીતે આપી હાજરી
પહેલાની સરકારમાં ગરીબોના અનાજની લૂંટ થતી હતી
વડાપ્રધાને કહ્યું હતું કે, સંતોષ એ વાતનો છે કે, પહેલાની સરકારનો સમયે ઉત્તરપ્રદેશમાં ગરીબના અનાજની જે લૂંટ થતી હતી. તેનો રસ્તો હવે બંધ થયો છે. ઉત્તરપ્રદેશમાં જે રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (Pradhan Mantri Garib Kalyan Anna Yojana)ને લાગુ કરવામાં આવી રહી છે. તે નવા ઉત્તરપ્રદેશની ઓળખને વધુ મજબૂત કરે છે. વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આજની 5 ઓગસ્ટની તારીખ ખૂબ જ વિશેષ બની ગઈ છે. 5 ઓગસ્ટ જ છે. જ્યારે 2 વર્ષ પહેલા દેશના એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ સશક્ત કરવામાં આવી હતી. 5 ઓગસ્ટે જ આર્ટિકલ- 370 હટાવીને જમ્મુ-કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધાનો સંપૂર્ણ ભાગીદાર બનાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-લાલ કિલ્લા પર ઓલિમ્પિકની ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસે ખાસ મહેમાન બનશે, ખેલાડીઓને મળશે વડાપ્રધાન