ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતની મુલાકાતે આવી રહ્યા છે ડેનમાર્કના વડાપ્રધાન, કિમ ડેવીના પ્રત્યાર્પણ પર થશે ચર્ચા

કિમ ડેવી (Kim Davy) પુરુલિયા હથિયાર કાંડનો માસ્ટરમાઈન્ડ (Mastermind Of The Purulia Weapon Scandal) છે. ભારત લાંબા સમયથી કિમ ડેવીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને ડેનમાર્ક વચ્ચેની સમિટ (Summit between India and Denmark) દરમિયાન આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે.

ભારતની મુલાકાતે આવી રહ્યા છે ડેનમાર્કના વડાપ્રધાન
ભારતની મુલાકાતે આવી રહ્યા છે ડેનમાર્કના વડાપ્રધાન

By

Published : Oct 7, 2021, 9:32 PM IST

  • ભારતની મુલાકાતે આવશે ડેનમાર્કના વડાપ્રધાન
  • 200 ડેનિશ કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે
  • નવીનીકરણીય ઉર્જા, સ્વચ્છ ટેકનોલોજી અને સ્માર્ટ સિટી જેવા મુદ્દે થઈ શકે છે વાતચીત

નવી દિલ્હી: ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન (Denmark PM Mette Frederiksen)ની ભારત મુલાકાત પર વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, આ મુલાકાત પરિપક્વ વ્યૂહાત્મક ભાગીદારી (Strategic Partnership)ની સમીક્ષા કરવાની તક આપશે અને એ જોવાની તક આપશે કે આપણે આગળ શું કરી શકીએ છીએ. 200 ડેનિશ કંપનીઓ છે જે ભારતમાં રોકાણ (Investment in India) કરી રહી છે અને 60 ભારતીય કંપનીઓએ ડેનમાર્કમાં રોકાણ કર્યું છે.

કયા કયા મુદ્દે વાત થશે?

તેમણે જણાવ્યું કે, ડેનમાર્કના વડાપ્રધાનની ભારત યાત્રા દરમિયાન એજન્ડામાં નવીનીકરણીય ઉર્જા, સ્વચ્છ ટેકનોલોજી, પાણી અને કચરો વ્યવસ્થાપન, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ડિજિટલાઈઝેશન, સ્માર્ટ સિટી હોઈ શકે છે.

કિમ ડેવી પુરુલિયા હથિયાર કાંડનો માસ્ટરમાઈન્ડ

બાગચીએ કહ્યું કે, અમે કિમ ડેવીના પ્રત્યાર્પણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે ભૂતકાળમાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દે ડેનમાર્ક સાથે વાતચીત કરી રહ્યા છીએ, ચર્ચાઓ ચાલી રહી છે. કિમ ડેવી પુરુલિયા હથિયાર કાંડનો માસ્ટરમાઈન્ડ છે. ભારત લાંબા સમયથી કિમ ડેવીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને ડેનમાર્ક વચ્ચેની સમિટ દરમિયાન આ મુદ્દો અનેક વખત ઉઠાવવામાં આવ્યો છે.

વિમાનમાંથી હથિયારો ફેંકવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, 17 ડિસેમ્બર 1995ના રોજ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં વિમાનમાંથી હથિયારો ફેંકવામાં આવ્યા હતા. બીજા દિવસે લોકોને શસ્ત્રોથી ભરેલા મેદાનમાં પડેલા બોક્સ મળ્યા, જેમાં લગભગ 300 AK-47 અને AK-56 રાઇફલ્સ, લગભગ 15,000 રાઉન્ડ ગોળીઓ, 6 રોકેટ લોન્ચર, મોટી સંખ્યામાં ગ્રેનેડ, પિસ્તોલ અને નાઇટ વિઝન ઉપકરણો હતા.

આ પણ વાંચો: કોંગ્રેસના પૂર્વ પ્રધાને ચલણી નોટમાંથી ગાંધીનો ફોટો હટાવવા કરી માંગ, જાણો કેમ...

આ પણ વાંચો: Cruise Drugs Case : આર્યન ખાન સહિત 8 આરોપીઓને કસ્ટડી મોકલાયા

ABOUT THE AUTHOR

...view details