- NIMS એકેડેમી ઓફ એવિએશનનું ટ્રેનર વિમાન થયું ક્રેશ
- જિલ્લા પ્રશાસને આ ઘટનાની પુષ્ટિ કરી
- 3.30 વાગ્યે વિમાને તેની દિશા ગુમાવી અને જમીન સાથે ક્રેશ થયું
જલગાંવ (મહારાષ્ટ્ર) :ચોપડા તાલુકાના વરડીમાં સાતપુડા પર્વત પર ગાઢ જંગલમાં ટ્રેઈની વિમાન ક્રેશ થયું છે. આ ઘટના આજે 16 જુલાઈ બપોરના 3.30 વાગ્યે બની હતી. આ ઘટનામાં એક પ્રશિક્ષક પાઇલટનું મૃત્યુ થયું છે અને અન્ય મહિલા તાલીમાર્થી ઈજાગ્રસ્ત થઈ છે. જિલ્લા પ્રશાસને આ ઘટનાની પુષ્ટિ કરી છે. તે ધુલે જિલ્લાના શિરપુર ખાતે SVKM બોર્ડની NIMS એકેડેમી ઓફ એવિએશનના તાલિમાર્થી વિમાનચાલકો માટે તાલીમ આપતું વિમાન હતું. શુક્રવારે સવારે એકેડેમી પાઇલટ્સને રાબેતા મુજબ ઉડાન માટે તાલીમ આપી રહી હતી. બપોરે એકેડેમીના કોચ કેપ્ટન નૂરુલ અમીન અને તાલીમાર્થી મહિલા પાઇલટ અંશીકા ગુજર બંને વિમાનમાં હાજર હતા. બપોરના 3.30 વાગ્યે વિમાનનું એન્જિન ખરાબ થઈ જતા વિમાન ક્રેશ થયું હતું, જેના કારણે તે જમીન પર તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં કેપ્ટન નૂરુલ અમીનનું મોત નીપજ્યું હતું અને સ્ત્રી તાલીમાર્થી અંશીકા ગુજર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
આ પણ વાંચો: Philippine Plane Crash: સૈન્ય વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત, 17 લોકોના મોત
શિરપૂરની NIMS એકેડેમી ઓફ એવિએશનનું હતુ વિમાન
ધુળે જિલ્લાના શિરપુર ખાતે SVKM બોર્ડની NIMS એકેડેમી ઓફ એવિએશનના તાલીમાર્થી વિમાનચાલકો માટે તાલીમ આપતું વિમાન હતું. સવારે એકેડેમી પાઇલટ્સને રાબેતા મુજબ ઉડાન માટે તાલીમ આપવામાં આવી રહી હતી. બપોરે એકેડેમીના પ્રશિક્ષક કેપ્ટન નૂરુલ અમીન અને તાલીમાર્થી મહિલા પાઇલટ અંશીકા ગુજર બંનેએ ઉડાન ભરી હતી. ત્યાર બાદ બપોરના આશરે 3.30 વાગ્યે વિમાને તેની દિશા ગુમાવી અને જમીન સાથે ક્રેશ થયું. આ દુર્ઘટનામાં કેપ્ટન નૂરુલ અમીનનું મોત નીપજ્યું હતું અને સ્ત્રી તાલીમાર્થી અંશીકા ગુજર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.