નવી દિલ્હીઃતારીખ 28મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સંસદ ભવનની ઈમારતનું ઉદઘાટન કરવાના છે. જેને લઈને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 19 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષોની માંગ છે કે, નવી સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાન દ્વારા નહીં, પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. વડાપ્રધાન દ્વારા ઉદઘાટન પર પ્રતિબંધ મૂકવા માટે વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. શુક્રવારે જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવા સંસદ ભવનનું ઉદધાટન કરવાની મંજૂરી આપી દીધી છે.
સુપ્રીમે ઝાટકણી કાઢીઃતારીખ મે 28. દિશા માંગતી PIL પર સુનાવણી શરૂ કરી અને તેને ફગાવી દીધી. આ સાથે સુપ્રીમ કોર્ટે વિપક્ષી પાર્ટીઓને ફટકાર લગાવતા એ પણ કહ્યું કે, આ અરજી કેવી રીતે જનહિતમાં છે. આ અરજી શા માટે દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે વિપક્ષી પાર્ટીઓએ પોતાને ભાગ્યશાળી સમજવું જોઈએ કે અમે તેમના પર દંડ નથી લગાવી રહ્યા.
અન્ય કોર્ટમાં ન જાયઃ આ સાથે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, વિપક્ષી પાર્ટીઓ આ મામલાને લઈને અન્ય કોઈ કોર્ટમાં જઈ શકે નહીં. જો તેઓ કોઈ અન્ય કોર્ટમાં જશે તો તેમને દંડ કરવામાં આવશે. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનું ઉદધાટન કરવાની માહિતી સામે આવી છે, ત્યારથી નવી દિલ્હી સહિત સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે અને વિપક્ષી પાર્ટી આ ઉદધાટનનો બહિષ્કાર કરી રહી છે.
સતત વિરોધઃકોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને AIMIM સહિત 19 વિપક્ષી પાર્ટીઓ સતત તેનો વિરોધ કરી રહી છે. તે જ સમયે, એવી ઘણી પાર્ટીઓ છે, જેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા આ ઉદધાટનને સમર્થન આપ્યું છે. જેમાં જેડીએસ, ભારતીય જનતા પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી સહિત અન્ય ઘણી પાર્ટીઓ સામેલ છે.
- New Parliament Building: નવી સંસદની ઈમારતમાં સેન્ટ્રલ હોલ છે ખાસ,
- New Parliament building: ખાસ પૂજા અને હવન સાથે થશે નવા સંસદભવનની શરૂઆત, ખાસ આમંત્રણ તૈયાર
- New Parliament Inauguration: સામનામાં સવાલ, ભાજપને અચ્છેદિન દેખાડનારાને આમંત્રણ આપ્યું?