ન્યૂઝ ડેસ્ક: વર્ષ 1976માં EPFO (Employees' Provident Fund Organisation) દ્વારા EDLI સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જો કર્મચારીએ મૃત્યુના 12 મહિનાની અંદર એક કરતાં વધુ સંસ્થામાં કામ કર્યું હોય તો નજીકના સંબંધીઓ અને કાનૂની વારસદારોને આ વીમો આપવામાં આવે છે. EDLI સ્કીમ 2022 હેઠળ એમ્પ્લોયર દ્વારા કર્મચારીના માસિક પગારના 0.5 ટકાના દરે લઘુત્તમ યોગદાન આપવામાં આવે છે. PF ખાતામાં જમા કુલ નાણાંમાંથી 8.33 ટકા EPSમાં, 3.67 ટકા EPFમાં અને 0.5 ટકા EDLI સ્કીમમાં જમા થાય છે. આવી સ્થિતિમાં મોટાભાગના લોકો EPF અને EPS યોજનાનો લાભ લે છે, પરંતુ EDLI યોજના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એમ્પ્લોય ફ્યુચર ફંડ એટલે કે, EPFO ગ્રાહકોને ઈન્સ્યોરન્સ કવર પ્રદાન કરે છે.
વીમાના પૈસા ક્લેમ કરવા માટે સંઘર્ષ:તમે આવા ઘણા સમાચાર જોયા અને સાંભળ્યા હશે જેમાં લોકોને વીમાના પૈસા ક્લેમ કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. ઘણી મહેનત પછી પણ PF ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. આવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, નિવૃત્તિ ભંડોળના સંગઠન EPFO એ એક સ્પષ્ટતા કરી છે. નોમિનીને વીમાનો લાભ: EPFO તેના સભ્યોને એમ્પ્લોયી ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ એટલે કે, EDLI સ્કીમ હેઠળ વીમાની સુવિધા પૂરી પાડે છે. જો જેમણે વિમો લીધો હોય એ EPFO સભ્યનું અવસાન થઈ જાય અને તેના ખાતામાં પૈસા જમા ન થાય તો તેના નોમિનીને વીમાનો લાભ આપવામાં આવે છે. જો કે તેનો એક નિયમ છે કે, મૃત્યુના દિવસે તે સભ્યનું નામ કંપનીના મસ્ટર રોલમાં સામેલ હોવું જોઈએ. કેટલીક અન્ય શરતો પણ છે જેનું પાલન કરવું આવશ્યક છે.EDLI સ્કીમ:EPFOએ આ સ્પષ્ટતા એટલા માટે આપવી પડી છે કારણ કે, કેટલીક ફરિયાદો મળી છે કે, EDLI સ્કીમમાં નામ સામેલ હોવા છતાં અધિકારીઓ ક્લેમ ફગાવી દે છે. તેનું કારણ એવું કહેવામાં આવે છે કે, સભ્યના ખાતામાં પહેલાથી EPF ના પૈસા જમા થઈ રહ્યા ન હતા.
EDLI સ્કીમ: એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ એ ફરજિયાત વીમા કવચ છે, જે EPFO સ્કીમમાં સબસ્ક્રાઇબર્સને આપવામાં આવે છે. EDLI સ્કીમમાં, જ્યારે કર્મચારીનું સેવામાં મૃત્યુ થાય ત્યારે નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે. છેલ્લા 12 મહિનામાં કર્મચારીને કેટલો પગાર મળ્યો છે, તેના પર દાવાની રકમ આધાર રાખે છે. મહત્તમ પગારની રકમ 7 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આ કિસ્સામાં ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયાનું મૃત્યુ કવર ઉપલબ્ધ છે.