- મંદિરના નામે રહેલી સંપત્તિના માલિક દેવતા જ હોય છે
- રેવન્યૂના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવાનો આદેશ
- અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો
ન્યુઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિર કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, પૂજારી અને મેનેજમેન્ટ સમિતિ ફક્ત સેવક છે, માલિક નહીં. સુપ્રીમ કોર્ટે ચૂકાદો સંભળાવતા રેવન્યૂના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ હટાવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈપણ મંદિરના નામે રહેલી સંપત્તિનો માલિકીનો હક મંદિરમાં રહેલા અધિષ્ઠાતા દેવનો જ હોય છે, પૂજારીનો નહીં. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના એક મંદિરના કેસમાં અયોધ્યા વિવાદમાં આવેલા ઐતિહાસિક ચુકાદા પર પ્રકાશ પાડતા આ આદેશ આપ્યો છે.
પૂજારીનું કામ ફક્ત પૂજાપાઠ અને જમીનની દેખભાળ સુધી જ સીમિત રહેશે
મધ્ય પ્રદેશ સરકારના પરિપત્રને સમર્થન આપતા ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્નાની ખંડપીઠે કહ્યું છે કે, પૂજારી એ જમીનનો ફક્ત રક્ષક છે, મકાનમાલિક નથી. ભાડુઆત જેવો છે. જે પણ પૂજારી હશે તે જ મંદિરના મુખ્ય દેવતા અને અન્ય દેવતાઓની સેવા, પૂજા-ભોગ-રાગની સાથે સાથે મંદિરની સાથે અટેચ જમીનની ખેતીવાડીનું કામ પણ સંભાળશે.