- ઇતિહાસને જીવંત કરશે આ દરબાર
- ગુરુ ગોવિંદ સિંહજીએ 1683માં પાંવટા સાહિબ નાંખ્યો હતો પાયો
- 52 કવિઓ અહીં રજૂ કરે છે પોતાની કવિતાઓ
હિમાચલ પ્રદેશ: ચંડીગઢ અને રાજસ્થાનથી ખાસ કારીગર બોલાવાયા, ધૌલપુરથી ખાસ પત્થર મંગાવાયા કેમકે પાંવટા સાહિબમાં એક ઐતિહાસિક ગુરુદ્વારા બનાવવામાં આવી રહ્યું છે અને એ છે વિશ્વનું પહેલો કવિ દરબાર. ગુરુની નગરી પાંવટા સાહિબમાં બનનારી આ ઇમારત દુનિયા માટે એક અજાઇબીથી ઓછી નહીં હોય અને આ અદ્દભૂત કવિ દરબાર સમગ્ર વિશ્વમાં એક માત્ર હિમાચલ પ્રદેશમાં જ હશે.
કવિ દરબારનું છે ઐતિહાસિક મહત્વ
ઇતિહાસમાં લખાયું છે કે ગુરુ ગોવિંદ સિંહજીએ 1683માં પાંવટા સાહિબ ગુરુદ્વારાનો પાયો નાંખ્યો હતો અને આ દરમ્યાન ગુરુ ગોવિંદ સિંહે 52 કવિઓ સાથે દરબારની શરૂઆત કરી હતી ત્યારથી અહીંયા દર વર્ષે 52 કવિ અહીંયા પોતાની રચનાઓ પ્રસ્તૂત કરે છે. દરેક પૂનમે અહીંયા કવિ દરબાર લગાવવામાં આવે છે. જેમાં દૂર દૂરથી કવિઓ ભાગ લેવા માટે આવે છે. આ ઐતિહાસિક ગુરુદ્વારામાં અત્યાર સુધીમાં 320 કવિ દરબારનું આયોજન થઇ ચુક્યુ છે. આ વખતે જે કવિ દરબારનું આયોજન થશે તે 321મું હશે. આ કવિ દરબાર અંગે દલીપ સિંહ રાગીએ ETV Bharatને જણાવ્યું હતું કે,'પાંવટા સાહિબ સમગ્ર વિશ્વમાં પોતાની મહાનતા અને કવિ દરબાર 10માં બાદશાહના સમયથી ચાલતો આવે છે. 10માં બાદશાહે પોતાના દરબારમાં 52 કવિ રાખ્યા હતાં. તે બધા અલગ અલગ ભાષાના કવિ અહીંયા 10માં બાદશાહના દરબારમાં હાજરી આપતાં હતાં. અહીંયા તેઓ સંતોને કવિઓને તેની રચના સાંભળીને તેમને ખુશ કરતાં હતાં. આ કવિ દરબારમાં આજે પણ આ પરંપરાનું પાલન કરવામાં આવે છે અને પાંવટા સાહિબમાં દર મહિને કવિ દરબાર લાગે છે. ગુરુ કબીર સજ્જન આજે પણ અહીંયા હાજર રહે છે. આ ઇમારતને સુંદર બનાવવા માટે કામકાજ ચાલે છે. ગુરુની કૃપાથી ઝડપથી પૂર્ણ પણ થઇ જશે. સમગ્ર દુનિયાને આ સુંદર ઇમારત કવિ દરબાર જોવા મળશે. કવિ દરબાર એક એવી ઇમારત બનવા જઇ રહી છે જે આખી દુનિયામાં એકદમ અગલ હશે. સૌને અનુરોધ છે કે તમે પાંવટા સાહેબમાં આવો અને આ પવિત્ર સ્થાનના દર્શન જરૂરથી કરો.'