જયપુરઃ રાજસ્થાનના ચૂંટણ પ્રચારના છેલ્લા દિવસે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગર્જ્યા હતા. ગેહલોતે વડા પ્રધાન મોદીને અભિનેતા અને ભાજપા નેતાઓને ષડયંત્રકારીઓ કહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ કૉંગ્રેસના હેડક્વાર્ટરમાં યોજાઈ હતી. તેમણે રાજસ્થાનીઓ(મારવાડી) અને ગુજરાતીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપના નેતાઓ દુઃખી છે કારણ કે તેઓ કૉંગ્રેસની સરકારને તોડી ન શક્યા. તેથી જ વડા પ્રધાન મોદી, અમિત શાહ તેમજ અન્ય દિગ્ગજ ભાજપી નેતાઓએ ચૂંટણી ટાણે રાજસ્થાનમાં તંબુ તાણ્યા છે. તેઓ 25મી પછી મોઢું પણ નહીં બતાવે. આ લોકો ષડયંત્રકારીઓ છે.
છત્તીસગઢમાં ષડયંત્રઃ મહાદેવ એપ મામલે છત્તીસગઢ ચૂંટણીના ચાર દિવસ પહેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. લાલ ડાયરી પણ ભાજપનું જ એક ષડયંત્ર હતું. જો કે આ મામલે ભાજપ છત્તીસગઢ અને રાજસ્થાનમાં એક્સપોઝ થઈ ગયું હતું. રાજસ્થાનમાં અત્યાર સુધી ઈડીએ કૉંગ્રેસ નેતા પર અનેક છાપા માર્યા,પણ કશું જ મળ્યું નહીં. અમે વિનંતી કરતા રહ્યા કે અમારા વિકાસકાર્યો અને યોજનાઓ પર અમારી સાથે ચર્ચા કરો, અમારી ખામીઓ જણાવો, પણ તેનું પરિણામ શૂન્ય આવ્યું. માત્ર ભડકાઉ ભાષણો થતા રહ્યા છે. જેટલા પણ નેતા આવ્યા તે ભડકાઉ ભાષણ કરતા રહ્યા.
કનૈયાલાલ અને જયપુર બ્લાસ્ટઃ આ મુદ્દે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું કે કનૈયાલાલને મારવાવાળા તેમના(ભાજપના) કાર્યકર્તાઓ છે. તેમણે આ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યુ અને પોલીસ સ્ટેશનમાંથી તેમને છોડાવ્યા. તેઓ જાહેરાત કરીને શું સંદેશો આપવા માંગે છે. બોમ્બ બ્લાસ્ટની તપાસમાં તેમના સમયમાં ખામી જોવા મળી. તેનાથી આરોપીઓ છુટી ગયા. અમે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એસએલપી દાખલ કરી છે.