- ભારતમાં મૂળિયા મજબૂત કરવાનો ISISનો મનસૂબો
- IS સાથે કનેક્શન હોય તેવા 37 કેસ NIAની તપાસમાં સામે આવ્યા
- NIAએ હૉટલાઇન નંબર જારી કર્યો
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ અપીલ કરી છે કે એવી કોઈપણ ગતિવિધિની સૂચના આપવી જોઇએ જે ઇસ્લામિક સ્ટેટથી જોડાયેલી લાગતી હોય. NIAએ જણાવ્યું કે, એજન્સીની તપાસ દરમિયાન 37 કેસ એવા સામે આવ્યા છે જેમનું કનેક્શન IS (ઇસ્લામિક સ્ટેટ)ની વિચારધારાથી છે.
હૉટલાઇન નંબર જારી કર્યો
NIAએ સોશિયલ મીડિયા પર ISIS (ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સીરિયા) વિચારધારાનો પ્રચાર કરી રહેલા યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો પ્રયત્ન કરનારા લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે એક હૉટલાઇન નંબર- 011-24368800 પણ જારી કર્યો છે.