- આગામી દિવસોમાં બંગાળમાં વિપક્ષના નેતાના નામથી થશે જાહેરાત
- શુભેન્દું અધિકારીનું નામ ચર્ચામાં
- સતત ત્રીજીવાર બંગાળમાં દીદીનું રાજ
કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિધાયક પક્ષના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવને પક્ષના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
શુભેન્દુ અધિકારી વિપક્ષ નેતા
મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ નંદિગ્રામ સીટ પરથી ધારાસભ્ય શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધી પક્ષના નેતા બનાવી શકાય છે. ભાજપના કેન્દ્રિય નેતાઓમાં તેમના નામની ચર્ચા છે. ભાજપ રાજ્યના વિધાયક પક્ષના નેતા તરીકે શુભેન્દુના નામની જાહેરાત એક-બે દિવસમાં કરી શકે છે.