ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MUNDRA DRUG SEIZURE CASE : ત્રણ આરોપીઓને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલાયા - Three arrested at Mundra port

ગુજરાતના મુન્દ્રા બંદરેથી (Mundra port) મળી આવેલા 2988 કિલો હેરોઇન (Kg of heroin) કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ લોકોને 10 દિવસ માટે NIA (National Investigation Agency) રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.

મુન્દ્રા ડ્રગ જપ્તી કેસ એનઆઈએ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
મુન્દ્રા ડ્રગ જપ્તી કેસ એનઆઈએ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

By

Published : Oct 19, 2021, 12:02 PM IST

  • મુન્દ્રા બંદરેથી 2988 કિલો હેરોઇન ઝડપાયું હતું
  • ત્રણ લોકોને 10 દિવસ માટે NIA રિમાન્ડ પર મોકલાયા
  • ડ્રગ્સ કેસની સુનાવણી ભુજ વિશેષ કોર્ટ દ્વારા ચાલી રહી હતી

અમદાવાદ: શહેરની વિશેષ અદાલતે ગયા મહિને ગુજરાતના મુન્દ્રા બંદરે(Mundra port)થી 2988 કિલો હેરોઈન (Kg of heroin)જપ્ત કરવાના મામલે શરૂઆતમાં ધરપકડ કરાયેલા ત્રણ વ્યક્તિઓના રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને 10 દિવસના રિમાન્ડ સોંપ્યા હતા. સ્પેશિયલ જજ પીસી જોશીની કોર્ટે આરોપી એમ. સુધાકરન અને દુર્ગા વૈશાલી અને રાજકુમાર પી, કથિત રીતે વિજયવાડા-રજિસ્ટર્ડ મેસર્સ આશી ટ્રેડિંગ કંપની ચલાવી રહ્યા છે, ને સેન્ટ્રલ એજન્સી એનઆઈએ(Central Agency NIA)ની કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

DRI દ્વારા આરોપી આરોપીઓની ધરપકડ

આ મહિનાની શરૂઆતમાં NIAને કેસ ટ્રાન્સફર કરવામાં આવે તે પહેલા આરોપીઓ પર આતંકવાદ વિરોધી કાયદા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

નાર્કોટિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ

ત્રણેય આરોપીઓ સામે નાર્કોટિક સબસ્ટન્સ(Narcotic substance) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ મામલાની સુનાવણી કચ્છ જિલ્લાની ભુજ ખાતેની વિશેષ કોર્ટ(Special court) દ્વારા ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ Land Scam: મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર

આ પણ વાંચોઃ મુન્દ્રાના અદાણી પોર્ટ પર 15 નવેમ્બરથી આ 3 દેશોથી આવનારા કાર્ગોનું નહીં થાય સંચાલન, જાણો ક્યાં છે આ 3 દેશો

ABOUT THE AUTHOR

...view details