- ટૂંક સમયમાં મોદી કેબિનેટનું થઈ શકે છે વિસ્તરણ
- અલગ-અલગ રાજ્યના આ ચહેરાઓને મળી શકે છે સ્થાન
- ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નામના સમાવેશ
હૈદરાબાદ: હાલ કેન્દ્રીય મંત્રીમંડળ(Central Cabinet)ના વિસ્તરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જો કે, મોદી સરકાર (Modi Goverment)ના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટ વિસ્તરણ કેન્દ્ર સરકાર(central goverment) માટે મુશ્કેલ કાર્ય સાબિત થઈ શકે છે. હાલમાં મોદી સરકારમાં 60 પ્રધાનો છે, વિસ્તરણ પછી મંત્રીઓની સંખ્યા 80 સુધી પહોંચી શકે છે. હાલમાં ઘણા પ્રધાનોની જવાબદારી બેથી ત્રણ મોટા મંત્રાલયોની છે. મોદી કેબિનેટમાં વિસ્તરણ થયા પછી મંત્રીઓનો ભાર ઓછો થશે. આગામી કેબિનેટ વિસ્તરણમાં ચૂંટણીના રાજ્યો સાથેના રાજકીય સહયોગીઓ અને જાતિના સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવશે. વિસ્તરણની અટકળો વચ્ચે ઘણા સાંસદો આ દોડમાં સામેલ છે. BJP ઉપરાંત NDAના અન્ય પક્ષોના સાંસદો પણ લોટરી લગવાની એટલે કે કેબિનેટમાં સ્થાન મળવાની રાહ જોઇ રહ્યા છે. ચાલો અમે તમને જણાવીએ કે, વડાપ્રધાન મોદીના કેબિનેટ પ્રધાનમંડળમાં પ્રધાન બનવાની દોડમાં કયા રાજ્યના કયા ચહેરાઓ છે.
- ગુજરાત
C.R.પાટિલ- ગુજરાતમાં નવસારીના લોકસભા સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત રઘુનાથ પાટિલ પણ વડાપ્રધાન મોદીની ટીમમાં જોડાવાના દાવેદારોમાં સામેલ છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના કેટલાક અન્ય ચહેરાઓ પણ આ રેસમાં સામેલ છે.
કિરીટ સોલંકી- સતત ત્રણ ટર્મથી અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ છે. સંસદમાં 100 ટકા હાજરીની ચર્ચામાં રહેલા સોલંકીને સર્વશ્રેષ્ઠ સંસદસભર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. હાલમાં તેઓ અનુસૂચિત જાતિ અને જનજાતિના કલ્યાણ માટેની સંસદીય સમિતિના અધ્યક્ષ છે.
- બિહાર
આરસીપી સિંઘ- JDUના નંબર બે નેતા રામચંદ્ર પ્રસાદ સિંહ રાજ્યસભાના સાંસદ અને બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારના નજીકના વિશ્વાસુ છે. યુપી કેડરના IAS અધિકારી રાજકારણી બન્યા RCP સિંહ હાલમાં JDUના પ્રમુખ છે. નીતીશ કુમારનો ગૃહ જિલ્લો નાલંદાના છે અને નીતીશ કુમારની જેમ કુર્મી જાતિના છે. નીતીશ જ્યારે રેલ્વે મંત્રી બન્યા ત્યારે RCP સિંહ તેમના વિશેષ સચિવ હતા, જ્યારે નીતીશ કુમાર મુખ્યપ્રધાન (Bihar CM) બન્યા ત્યારે તેમને મુખ્ય સચિવની જવાબદારી મળી હતી. પછી પાર્ટીમાં અકાળ નિવૃત્તિ અને એન્ટ્રી થઈ.
રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ- બિહારની ઉચ્ચ જાતિ સાથે જોડાયેલા રાજીવ રંજન સિંહ મુંગેરથી લોકસભાના સાંસદ છે અને પાર્ટી સંસદીય પક્ષના નેતા છે. તેમને નીતીશ કુમારની નજીક માનવામાં આવે છે. 2014 માં લોકસભાની ચૂંટણીમાં હાર્યા બાદ, તેમને એમએલસી બનાવીને બિહારના પ્રધાનમંડળમાં શામેલ કરવામાં આવ્યા હતા.
રામનાથ ઠાકુર- હાલમાં રાજ્યસભાના સાંસદ રામનાથ ઠાકુર બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કરપૂરી ઠાકુરના પુત્ર છે. તેઓ બિહાર સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે અને પહેલા પણ જેડીયુ વતી સંસદના ઉપલા ગૃહમાં પહોંચી ચૂક્યા છે. રામનાથ ઠાકુર અત્યંત પછાત વર્ગના છે, બિહારમાં અતિ પછાત વર્ગનો હિસ્સો 30 ટકા છે. બિહારમાં લોકસભાની ચૂંટણીથી લઈને વિધાનસભાની ચૂંટણી સુધી દરેક જણ આ વોટબેંક પર નજર રાખી રહી છે. અત્યંત પછાત વર્ગને મોદી કેબિનેટમાં મોકલીને સંદેશ આપી શકાય છે.
સંતોષ કુમાર - બિહારની પૂર્ણિયા લોકસભા બેઠકના સાંસદ છે. તેઓ રાજ્યના આવા ત્રીજા સાંસદ છે કે જેમણે 6 લાખથી વધુ મત મેળવ્યા હતા. બીજી વખત લોકસભામાં પહોંચેલા સંતોષ કુમાર કુશવાહ જાતિના છે, જેડીયુ ક્વોટાથી જે બે-ત્રણ નામોની ખૂબ ચર્ચા થાય છે, તેમાં સંતોષ કુમારનું નામ પણ છે.
પશુપતિ કુમાર પારસ-LJPમાં ચાલી રહેલા હંગામા વચ્ચે પશુપતિ કુમાર પારસ પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રવેશ મેળવી શકે છે. તેઓ એલજેપીના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના સૌથી નાના ભાઈ છે. તે હાજીપુરના વર્તમાન લોકસભા સાંસદ છે, 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને નીતીશ કુમારની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
- ઉત્તર પ્રદેશ
અનીલ જૈન- રાજ્યસભાના સાંસદ અનિલ જૈને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવથી લઈ રાષ્ટ્રીય કારોબારીના સભ્યની જવાબદારી સંભાળી ચુક્યા છે. તેઓ હરિયાણા અને છત્તીસગઢના પ્રભારી પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેમણે ઘણા રાજ્યોના સહ પ્રભારી સહિતના સંગઠનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
વરૂણ ગાંધી- સતત ત્રીજી વખત સાંસદ બનનારા વરૂણ ગાંધી પણ કેબિનેટની રેસમાં માનવામાં આવી રહ્યા છે. આવતા વર્ષે યોજાનારી યુપી વિધાનસભાની ચૂંટણી(UP Assembly elections)જોતા તેમને યુવા ચહેરા તરીકે કેન્દ્રીય કેબિનટેમાં સ્થાન મળી શકે છે. આ પહેલા પણ કેબિનેટ વિસ્તરણમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું છે.
અનુપ્રિયા પટેલ- અપના દળના પ્રમુખ અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરથી લોકસભા સાંસદ છે, તે મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય આરોગ્ય રાજ્ય પ્રધાન રહી ચૂકી છે. યુપીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને મંત્રી પદની રેસમાં પણ માનવામાં આવી રહ્યા છે.
સ્વતંત્ર દેવ સિંહ- ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ યુપી સરકાર (UP Goverment)માં મંત્રી રહી ચૂક્યા છે. ABVPથી લઈને RSS અને હવે ભાજપમાં મહત્વની ભૂમિકા નિભાવનારા સ્વતંત્ર દેવ સિંહ પણ મોદી કેબિનેટની રેસમાં સ્થાન મેળવી શકે છે. બુંદેલખંડનું પ્રતિનિધિત્વ કરનારા સ્વતંત્ર દેવસિંહની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહેશે.
પંકજ ચૌધરીઃ મહારાજગંજ લોકસભા બેઠક પરથી સાંસદ છે. છઠ્ઠી વખત સાંસદ બનેલા પંકજ ચૌધરીને આ વખતે મોદી કેબિનેટમાં જોડાવાની તક મળી શકે છે.
- રાજસ્થાન
ભૂપેન્દ્ર યાદવ-રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવને સંગઠનના નિષ્ણાંત ખેલાડી માનવામાં આવે છે. શાહ અને નડ્ડાના નજીકના સાથી ભૂપેન્દ્ર યાદવે રાજસ્થાનથી લઈને ગુજરાત અને યુપીથી બિહાર સુધીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભૂપેન્દ્ર યાદવ માટે એવું કહેવામાં આવે છે કે, જે રાજ્યમાં તેમને જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે તે પૂર્ણ કર્યું અને પાર્ટીને જીતની ભેટ આપીને પાછા ફર્યા છે. આવી સ્થિતિમાં તેમને મોદી પ્રધાનમંડળનો ભાગ માનવા માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. યુપી વિધાનસભાની ચૂંટણી ટૂક સમયમાં યોજાશે, જ્યાં યાદવ વોટબેંકને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર યાદવને મોદીના મંત્રીમંડળની ટીમમાં સ્થાન મળી શકે છે.
રાજ્યવર્ધન સિંહ રાઠોડ-ઓલિમ્પિક પદક વિજેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડ, જેણે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી નિભાવી છે, તેઓને ફરી એકવાર મંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. રાઠોડ સતત બીજી વખત જયપુર ગ્રામીણ લોકસભા બેઠક પરથી સંસદ પહોંચ્યા છે અને મોદી સરકાર પાર્ટ -1 માં રમત પ્રધાનની જવાબદારી નિભાવી ચુક્યા છે.