ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...

રાજસ્થાનના પાટનગર જયપુરમાં, એક સગીરાની અજાણ્યા યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી થઈ હતી. માત્ર 20 દિવસની મિત્રતા પછી, સગીરા કોઈને જાણ કર્યા વિના તેના ઇન્સ્ટાગ્રામના (the minor girl reached to meet an Instagram friend) મિત્રને મળવા ઘરેથી નીકળી ગઈ. ઘરમાં સગીરા ન મળવાથી નારાજ પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસે સગીરાને શોધવાના પ્રયાસો શરૂ કર્યા. જોકે, સોશિયલ મીડિયાની માઠી અસર અંતર્ગત આ કોઈ પહેલો બનાવ નથી.

ઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...
ઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...

By

Published : Jul 12, 2022, 8:53 PM IST

જયપુરઃડિજિટલ યુગમાં મોંઘા સ્માર્ટફોનનું ચમકતું ગ્લેમર સગીરોના માનસ પર ઊંડી અસર ઊભું કરી રહ્યું છે. સ્માર્ટફોનની (Smartphone usage Rajasthan) મદદથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઇટ્સ પર પગ મૂક્યા પછી, સગીર એવા કામમાંથી પસાર થાય છે કે જે સાંભળે છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. આવો જ એક કિસ્સો જયપુરથી (Jaipur City Rajasthan phone case) સામે આવ્યો છે. જ્યાં એક 13 વર્ષીય સગીરા 20 દિવસ પહેલા પોતાના મિત્રને મળવા માટે ઘરેથી નીકળી (A minor Girl Missing From Jaipur) હતી. પરિવારના સભ્યોને જાણ કર્યા વિના ઇન્સ્ટાગ્રામ પર મિત્રને મળવા માટે ચાલી ગઈ હતી. સગીરાની ભાળ ન મળતાં પરિવારે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ઘરમાંથી સગીરા ગાયબ થવાથી પરેશાન પોલીસને પણ તેના સુધી પહોંચવામાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

ઈન્સ્ટા. પર મળેલા ફ્રેન્ડને મળવા ગયેલી સગીરાને શોધવામાં પોલીસને પરસેવો વળ્યો, પછી...

આ પણ વાંચોઃ ખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો

દોસ્તીમાં ભાન ભૂલીઃ જયપુરમાં રહેતી ધો.8ની સગીરાને લગભગ 20 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક અજાણ્યા યુવક સાથે મિત્રતા થઈ હતી. મિત્રતાનું ઘેલું સગીર યુવતી પર એટલું લાગ્યું હતું કે, તે ફિલ્મી સ્ટાઈલમાં ઘર છોડીને ચાલી નીકળી હતી. જેના કારણે પરિવારના સભ્યો મુશ્કેલીમાં મૂકાયા હતા. પરિવારના સભ્યોને જાણ કર્યા વગર તેના મિત્રને મળવા ગઈ હતી. લાંબા સમય બાદ પણ બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનો પરેશાન થઈ ગયા હતા. ઉતાવળમાં પરિવારજનોએ વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

ગુમ થયાની ફરિયાદઃપરિવારજનોએ વિદ્યાધર પોલીસ સ્ટેશનમાં સગીરા ગુમ થયાની પરિવારજનોએ ફરિયાદ કરી હતી. પહેલા પરિવારજનોએ એને શોધવા માટે પ્રયાસ કર્યા હતા. પરંતુ યુવતીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આશ્ચર્યની વાત એ છે કે યુવતી પાસે તેના ઈન્સ્ટાગ્રામ મિત્રનો કોઈ સંપર્ક નંબર કે ઘરનું સરનામું ન હતું. સગીરાને શોધવા માટે ટેકનિકલ ટીમ અને બાતમીદારની મદદ પોલીસે લીધી હતી. આ દરમિયાન પોલીસે ઘરમાં હાજર તમામ સંબંધીઓના મોબાઈલ નંબરની કોલ ડિટેઈલ મેળવી હતી. પરંતુ ક્યાંય સફળતા મળી ન હતી.

આ પણ વાંચોઃયુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની

દાદીનો ફોનઃજ્યારે પોલીસે ઘરના તમામ સભ્યોના મોબાઈલ ફોનની માહિતી માંગી તો જાણવા મળ્યું કે યુવતીએ તેની દાદીનો ફોન લઈ લીધો હતો. દાદીના ફોનમાં કોઈ આઉટગોઇંગ ન હતું, માત્ર ઇનકમિંગ હતું. યુવતીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પોલીસે કોલ ટ્રેસિંગના આધારે લોકેશન શોંધી કાઢ્યું હતું. યુવતીનું લોકેશન અજમેર આવ્યું. જયપુર પોલીસે અજમેર પોલીસને જાણ કરી. પરંતુ યુવતી ટ્રેસ લોકેશન પરથી જતી રહી હતી.

આ રીતે પહોંચી પોલીસઃવિદ્યાધરનગર પોલીસ સ્ટેશનના SHO વીરેન્દ્ર કુરિલે તેમની પોલીસ સ્ટેશનની ટીમને અજમેરથી બ્યાવર મોકલી હતી. બ્યાવર પોલીસ અને ટ્રેડિશનલ પોલીસિંગની મદદથી વિદ્યાધર નગર પોલીસ સ્ટેશને બ્યાવરમાં બાળકીની શોધ શરૂ કરી હતી. આ દરમિયાન યુવતી રોડવેઝ બસમાં રડતી જોવા મળી હતી. પોલીસ સગીરા સુધી પહોંચી ગઈ અને પછી એને જયપુર લઈ આવી હતી. પછી પરિવારને સાોંપી હતી. પણ સગીરાને શોધવામાં પોલીસને પણ પરસેવો આવી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details