ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Monsoon: દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં 10 જુલાઈ સુધી વરસાદ આવે તેવી હવામાન વિભાગની આગાહી - ભારતીય હવામાન વિભાગ

દેશમાં ચોમાસું બહુ પહેલા જ આવી ગયું છે, પરંતુ હજી પણ અનેક રાજ્યો એવા છે કે જેઓ વરસાદની રાહ જોઈને બેઠા છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department )ના જણાવ્યાનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (south west monsoon) 10 જુલાઈ સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય ભાગમાં પહોંચી શકે છે. દેશના ઉત્તરી વિસ્તારોમાં સોમવારે પણ ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. આ તમામની વચ્ચે ભારતીય હવામાન વિભાગે (India Meteorological Department- IMD) કહ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ મોનસુન (south west monsoon) 10 જુલાઈ સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય ભાગમાં પહોંચી શકે છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન આવું પહેલી વખત થયું છે, જ્યારે ચોમાસું આટલું મોડું આવ્યું હોય.

Monsoon: દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં 10 જુલાઈ સુધી વરસાદ આવે તેવી હવામાન વિભાગની આગાહી
Monsoon: દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં 10 જુલાઈ સુધી વરસાદ આવે તેવી હવામાન વિભાગની આગાહી

By

Published : Jul 6, 2021, 10:16 AM IST

  • દેશના અનેક રાજ્યો હજી પણ વરસાદ (Rain)ની રાહ જોઈ રહ્યા છે
  • દક્ષિણ-પશ્ચિમ ચોમાસું (Southwest monsoon) 10 જુલાઈ સુધી દિલ્હી (Delhi) પહોંચશે
  • ઉત્તરી વિસ્તારોમાં હજી પણ ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત્

નવી દિલ્હીઃ દેશમાં ઉત્તરી વિસ્તારોમાં હજી પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. ત્યારે 10 જુલાઈ સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન પહેલી વખત એવું થયું છે કે, જ્યારે ચોમાસું આટલું મોડું આવ્યું હોય. રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દિલ્હીમાં આજે (મંગળવારે) વાદળછાયું વાતાવરણ (Cloudy weatherજોવા મળી રહ્યું છે. આ સાથે જ મહત્તમ અને લઘુત્તમ તાપમાન ક્રમશઃ 41 અને 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. આ ઉપરાંત હરિયાણા અને પંજાબમાં ભીષણ ગરમીનો કહેર (Severe heat wave in Haryana and Punjab) યથાવત છે. ગુરુગ્રામમાં મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્યથી ચાર ડિગ્રી વધુ છે. આગામી 2થી 3 દિવસમાં આ વિસ્તારમાં તાપમાન વધવાની આશંકા છે. ગુરુગ્રામ હરિયાણા સૌથી ગરમ વિસ્તાર રહ્યો છે.

આ પણ વાંચોઃGujarat Weather Forecast: ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય નથી, 5 દિવસ ઝાપટાં પડી શકે છે

પંજાબમાં મહત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી 3 ડિગ્રી વધુ નોંધાયું

હવામાન વિભાગ (weather department)ના જણાવ્યાનુસાર, હરિયાણાના હિસારમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે નારનોલ અને ભિવાનીમાં મહત્તમ તાપમાન ક્રમશઃ 41 ડિગ્રી અને 38.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો પંજાબના ભટિંડામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનથી 3 ડિગ્રી વધુ છે. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનથી 3 ડિગ્રી વધુ છે.

આ પણ વાંચોઃRainfall forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ હળવો વરસાદ, 10 જુલાઈ પછી ભારે વરસાદ

પંજાબ અને હરિયાણામાં છેલ્લે 13 જૂને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવ્યું હતું

હવામાન વિભાગે (weather department) વધુમાં ઉમેર્યું હતું કે, આગામી 2-3 દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદ થવાની સંભાવના નથી. માત્ર સામાન્ય વરસાદ કે ગાજવીજ સાથે વરસાદના છાંટા પડે તેવું અનુમાન છે. પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં 8 જુલાઈથી ચોમાસું જોર પકડવાની શક્યતા છે અને 8થી 10 જુલાઈ વચ્ચે અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણામાં 13 જૂને જ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આવ્યું હતું, પરંતુ ત્યારબાદ છેલ્લા 15 દિવસ દરમિયાન ચંદીગઢ સહિત બંને રાજ્યોમાં વરસાદ નથી પડ્યો.

ABOUT THE AUTHOR

...view details