મદુરાઈ (તામિલનાડુ): મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સામુહિક દુષ્કર્મના કેસમાં ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. નીચલી અદાલતે દિલ્હીની યુવતી પર સામૂહિક બળાત્કારના 4 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. દોષિતોએ નીચલી કોર્ટના નિર્ણયને મદુરાઈ હાઈકોર્ટની બેંચમાં પડકાર્યો હતો. વર્ષ 2018માં દિલ્હીથી કુંભકોણમ આવેલી બેંક કર્મચારી પર સામૂહિક દુષ્કર્મ મામલો સામે આવ્યો હતો.
બોલાચાલી થઈ:આઘટના અનુસાર, દિલ્હીની એક 27 વર્ષની યુવતી વર્ષ 2018માં કુંભકોનમ બેંકમાં જોડાઈ હતી. તે ચેન્નાઈથી ટ્રેન દ્વારા કુંભકોનમ પહોંચી હતી. મધરાત થઈ ગઈ હોવાથી હોટેલ જવા માટે તેની પાસેથી ઓટો બુક કરાવી. જે બાદ ઓટો ડ્રાઈવર ગુરુમૂર્તિ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેથી ઓટો ડ્રાઈવરે યુવતીને હોટલ સુધી ડ્રોપ કરવાને બદલે તેને રસ્તામાં મૂકી દીધી હતી.
આ પણ વાંચો Vadodara Crime : વાઘોડિયામાં સંબંધોને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બહાર આવી
દુષ્કર્મ કર્યો:પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રસ્તા પર ચાલી રહેલી યુવતીનું વસંત કુમાર અને દિનેશ કુમારે ટુ-વ્હીલર પર અપહરણ કર્યું હતું. તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જે બાદ બંનેએ તેમના મિત્રો પુરુષોત્તમન અને અંબારાસુને બોલાવીને તેમની સાથે વારાફરતી હવસનો શિકાર બનાવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે, તંજાવુર પશ્ચિમ પોલીસે દિનેશ કુમાર, વસંતકુમાર, પુરુષોત્તમ, અંબારાસુ અને ઓટો ડ્રાઈવર ગુરુમૂર્તિની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો Surat Crime: સુરતમાં બાળકીને રમાડવાના બહાને લઈ જઈ પિતાના જ મિત્રએ કર્યું દુષ્કર્મ, CCTVમાં ભાંડો ફૂટ્યો
મદુરાઈ શાખામાં અપીલ:આ કેસની સુનાવણી કરનાર તંજાવુર મહિલા અદાલતે 4 દોષિતો (દિનેશ કુમાર, વસંતકુમાર, પુરુષોતમન અને અન્બરસુ)ને આજીવન કેદની સજા ફટકારી હતી. ઓટો ડ્રાઈવર ગુરુમૂર્તિને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. દરેકે નીચલી કોર્ટના આ નિર્ણય સામે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ શાખામાં અપીલ કરી હતી. જસ્ટિસ જયચંદ્રન અને રામકૃષ્ણનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. અપીલ ફગાવી દેતા હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. તેમજ ઓટો ડ્રાઈવર ગુરુમૂર્તિ કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલ ન હોવાથી તેની 7 વર્ષની જેલની સજા ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે.