ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં બુધવારે ચંદ્રગ્રહણ દેખાશે, બપોરે 4.39 વાગ્યે શરૂ થશે ગ્રહણ - અરૂણાચલ પ્રદેશ અને આસામના પૂર્વોત્તર ભાગ

આગામી 26 મેએ ચંદ્રનું સંપૂર્ણ ગ્રહણ જોવા મળશે. આ અંગે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે માહિતી આપી હતી. ભારતીય સમય અનુસાર, 16.39 વાગ્યે આ ગ્રહણ શરૂ થશે. કેટલાક તબક્કા ભારતીય સમયાનુસાર, 16.58 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે આંશિક તબક્કો 18.23 વાગ્યે પૂર્ણ થશે.

દેશમાં બુધવારે ચંદ્રગ્રહણ દેખાશે, બપોરે 4.39 વાગ્યે શરૂ થશે ગ્રહણ
દેશમાં બુધવારે ચંદ્રગ્રહણ દેખાશે, બપોરે 4.39 વાગ્યે શરૂ થશે ગ્રહણ

By

Published : May 25, 2021, 11:43 AM IST

  • ભારતીય હવામાન વિભાગે ચંદ્રગ્રહણ અંગે આપી માહિતી
  • ચંદ્રગ્રહણનો કુલ તબક્કો 16.49 વાગ્યે શરૂ થશે
  • આગામી આંશિક ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે જોવા મળશે

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યાનુસાર, ચંદ્રમાનું પૂર્ણ ગ્રહણ 26 મે (5 જ્યેષ્ઠ, 1943 શક સંવત)ના દિવસે થશે. ચંદ્રગ્રહણનો આંશિક તબક્કો ભારતમાં ચંદ્રોદય પછી તરત કેટલાક સમય માટે ભારતના પૂર્વોત્તર વિસ્તાર (સિક્કિમ સિવાય), પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તાર, ઓડિશા અને અંદમાન-નિકોબાર દ્વિપસમુહના કેટલાક તટીય ભાગમાં જોવા મળશે.

ભારતીય હવામાન વિભાગે ચંદ્રગ્રહણ અંગે આપી માહિતી

આ પણ વાંચો-તળાજાના યુવાને ચંદ્ર પર ખરીદી જમીન

અમેરિકા, એશિયા સહિતમાં જોવા મળશે ગ્રહણ

આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તરી અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરને કવર કરનારા વિસ્તારમાં જોવા મળશે. ગ્રહણનો આંશિક તબક્કો ભારતીય સમય અનુસાર 15.15 વાગ્યે શરૂ થશે. કુલ તબક્કો ભારતીય સમયાનુસાર, 16.39 વાગ્યે શરૂ થશે. કુલ તબક્કો ભારતીય સમયાનુસાર, 16.58 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે આંશિક તબક્કો 18.23 વાગ્યે સમાપ્ત થશે.

ચંદ્રગ્રહણનો કુલ તબક્કો 16.49 વાગ્યે શરૂ થશે

આ પણ વાંચો-પિતાએ બે માસના પુત્રને ચંદ્ર પર જમીન ખરીદી ભેટ આપી

આગામી ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે જોવા મળશે

આગામી ચંદ્રગ્રહણ ભારતમાં 19 નવેમ્બર 2021ના દિવસે જોવા મળશે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે. આંશિક ચંદ્રગ્રહણની સમાપ્તિને ચંદ્રોદયના કેટલાક સમય પછી કેટલાક સમય માટે જ અરૂણાચલ પ્રદેશ અને આસામના પૂર્વોત્તર ભાગમાં જોવા મળશે. ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે થાય છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે છે અને જ્યારે ત્રણેય સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એક રેખામાં આવે છે. પૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે ત્યારે પૂરા ચંદ્રમા પૃથ્વીની છાયામાં આવે છે અને આંશિક ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમાનો માત્ર એક ભાગ પૃથ્વીની છાયામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details