- કરતારપુર સાહિબ કોરિડોર 17 નવેમ્બરે ખુલશે
- શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ ઉત્સવની ઉજવણી
- કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાથી દેશમાં ખુશીઓની લહેર
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોર(Kartarpur Sahib Corridor)ને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Home Minister Amit Shah) આ અંગે માહિતી આપી છે.
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું...
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સરકારે આવતીકાલે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય(Sikh community) પ્રત્યે મોદી સરકારની અપાર આદર દર્શાવે છે.