- પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણી બાદ જે. પી. નડ્ડાનું નિવેદન
- કોંગ્રેસે 7 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરવાની વાત કહી હતી
- જે. પી. નડ્ડાએ તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસને લીધા આડેહાથ
આ પણ વાંચોઃડિબ્રુગઢમાં જે.પી.નડ્ડાનો હુંકાર: આ આસામની સંસ્કૃતિના સંરક્ષણ, સુરક્ષા અને સમૃદ્ધિ માટેની ચૂંટણી છે
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કહ્યું હતું કે ખેડૂતોનું દેવું 7 દિવસમાં માફ કરીશું નહીં તો મુખ્યપ્રધાન જશે. એક મુખ્યપ્રધાનને તો જનતાએ જ હટાવી દીધા. જ્યારે અન્ય મુખ્યપ્રધાનોને તમે ક્યારે હટાવવાના છો? કોંગ્રેસનું કામ માત્ર જુઠ્ઠુાણું ફેલાવવાનું છે. આ સાથે જ જે. પી. નડ્ડાએ વધુમાં ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ સાથે જ તેમણે તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. મમતા બેનરજી પર કટાક્ષ કરતા જે. પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, મમતા બેનરજીએ બીજી બેઠક પરથી ચૂંટણી લડવાનો મૂડ બનાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃમમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ