- બાળકોને કોરોનાની ત્રીજી લહેરમાં સંભવિત જોખમથી બચાવી શકાય છે
- અમેરિકામાં બાળકોને ઇન્ફ્લૂએન્ઝાની રસીથી થયો હતો ફાયદો
- બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઇન્ફ્લૂએન્ઝાની રસી
અમેરિકામાંં કોવિડ -19 સંક્રમણગ્રસ્ત બાળકોમાં કરાયેલા કેટલાક અભ્યાસના પરિણામોમાં જણાયું છે કે વર્ષ 2019-20માં જે બાળકોને ઈન્ફલ્યૂએન્ઝાની રસી ( Influenza Vaccine ) આપવામાં આવી હતી તેમને અન્ય બાળકોની તુલનામાં નોંધપાત્ર રીતે ોરોનાવાયરસનું જોખમ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. આ જાણકારીના પગલે ભારતમાં બાળ ચિકિત્સકો નાના બાળકોના માતાપિતાને ઈન્ફલ્યુએન્ઝા / ફલૂ / ન્યુમોનિયા સામે રસી અપાવવાની ભલામણ કરી રહ્યાં છે. ફલૂની રસી બાળકોમાં કોરોનાનું જોખમ ઘટાડવામાં સક્ષમ છે કે કેમ તે વિશે વધુ જાણવા ETV Bharat Sukhibhav એ ઇન્દોર સ્થિત બાળ ચિકિત્સક ડો. સોનાલી નવલે પુરંદરે સાથે વાત કરી હતી.
અમુક હદે જોખમને ઓછું કરે છે ઈન્ફલ્યૂએન્ઝાની રસી અથવા ફ્લૂ શૉટ
ડો.સોનાલી કહે છે કે બાળકો માટે કોરોનાની ત્રીજી લહેરથી ( Corona Third Wave ) સુરક્ષિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી જોઈએ. એમ પણ ચોમાસા અને વરસાદની મોસમમાં મોટાભાગના બાળકો સામાન્ય રીતે શરદી, ખાંસી, તાવ અને શ્વસનતંત્રની બીમારીઓનો શિકાર બને છે. આ સ્થિતિમાં ઈન્ફલ્યૂએન્ઝા દવા અથવા રસી ( Influenza Vaccine ) બાળકોને મોટી રાહત આપે છે.
ડો.સોનાલી સમજાવે છે કે કોરોના વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા ( Influenza ) વાયરસના લક્ષણો વચ્ચે કેટલીક સમાનતાઓ છે. જો નાના બાળકોને ઈન્ફલ્યૂએન્ઝા / ફલૂ / ન્યુમોનિયા રસીનું રક્ષણ આપવામાં આવે, તો તે માત્ર કોરોનાના પ્રારંભિક પ્રભાવથી જ સુરક્ષિત થઈ શકશે, સાથે સંક્રમણની ઘટનામાં પણ ગંભીર સ્થિતિ સુધી પહોંચવાનું જોખમ ઘટાડી શકાય છે.
નોંધનીય છે કે ઈન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ કોઈપણ મોસમી અથવા વાયરલ સંક્રમણ ટાળવા માટે 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકો માટે વાર્ષિક ફ્લૂ શોટની ભલામણ કરે છે.
આજ સુધી આપણા દેશમાં બાળકો માટે કોરોના રસી ( Corona vaccination ) ઉપલબ્ધ નથી, જો કે તેના વિશે કેટલીક ટ્રાયલ ચાલી રહી છે. છતાં પણ સપ્ટેમ્બર કે ઓક્ટોબર પહેલાં રસી મળે તેવી કોઈ સંભાવના નથી.આ અંગે સંભવિત ત્રીજી લહેરથી ( Corona Third Wave ) બાળકોને બચાવવા માટે કોઈ માર્ગદર્શિકા પણ આપવામાં આવી નથી.