ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UAEના લોકોએ શા માટે ભારતીયોને આભાર વ્યક્ત કર્યો, કહ્યું - 'પ્રેમ ક્યારે ભૂલી શકશે નહીં' - UAE President dies

સંયુક્ત આરબ અમીરાતના( United Arab Emirates)રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર UAEમાં રહેતા ભારતીય હિન્દુ સમુદાયે સ્વર્ગવાસી શેખ ખલીફાની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. જેને લઈને UAEના લોકો ભારતીયોને આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

UAEના લોકોએ ભારતીયોને આભાર વ્યક્ત કર્યો, ભારતીયોનો આ પ્રેમ ક્યારે ભૂલી શકશે નહીં
UAEના લોકોએ ભારતીયોને આભાર વ્યક્ત કર્યો, ભારતીયોનો આ પ્રેમ ક્યારે ભૂલી શકશે નહીં

By

Published : May 17, 2022, 5:03 PM IST

Updated : May 17, 2022, 6:37 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સંયુક્ત આરબ અમીરાતના( United Arab Emirates)રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન(Sheikh Khalifa bin Zayed Al Nahyan died)પર ભારતની તરફથી શોક પ્રગટ કરવામાં આવ્યો છે. UAEમાં રહેતા ભારતીય હિંન્દુ સમુદાયે (Indians living in the UAE)રાષ્ટ્રપતિની આત્માને શાંતિ માટે અબુધાબી મંદિરમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈનેUAEના લોકો ભારતીયોને આભાર વ્યક્ત કરી રહ્યાં છે. UAEના જાણીતા અરબપતિ વ્યાપારી હસન સાજવાનીને પ્રાર્થના સભાનો એક વીડિયો શેર કરતાં જણાવ્યું હતું કે, તેઓએ દિવંગત રાષ્ટ્રપતિ માટે ભારતીયોનો પ્રેમ ક્યારે ભૂલી શકશે નહીં.

આ પણ વાંચોઃUAE આપશે પ્રોફેશનલ્સને 10 વર્ષના ગોલ્ડન વિઝા

મંદિરમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન -ટ્વિટર પર વીડિયો શેર કરતાં હસન સમાજવાનીએ લખ્યું હતું કે, અમારા દિવંગત પિતા શેખ ખલીફાના સન્માનમાં અબૂ ધાબી મંદિરમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવા માટે સંયુક્ત આરબ અમીરાતમાં રહેલા અમારા હિન્દુ સમુદાયનો દિલથી આભાર પ્રગટ કરું છું. આ પ્રાર્થના સભામાં પૂજા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. અમે આને ક્યારે નહીં ભૂલી શકીએ આભાર અને ભગવાન તમારુ ભલું કરે.

શ્રદ્ધાંજલિ આપી -આ પ્રાર્થના સભામાં સૌ કોઈએ ભાગ લીધો હતો. ભજન કીર્તન બાદ શેખ ખલીફાની યાદમાં સ્વામી બ્રહ્માવિહારી દાસએ સભામાં કહ્યું કે, આપણે સૌ એક એવા વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે. જેમનું જીવન હંમશા પ્રેરણાદાયી રહ્યું છે. શેખ ખલીફાએ આ દેશનું નેતૃત્વ કર્યું અને એક એવો દેશ બનાવ્યો છે. જ્યાં આપણા સૌની જીંદગી વધુ સારી થતી ગઈ છે.

આ પણ વાંચોઃBurj Khalifaના ટોપ પર પહોંચી મોડલનો સ્ટંટ જોઈને તમારા રુંવાળા ઉભા થઈ જશે, જુઓ વીડિયો

ભારત અને UAEની વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતાં -73 વર્ષીય UAEએ રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન ગત શુક્રવારે થઈ ગયું હતું. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમના નિધન પર દુનિયાભરના નેતાઓએ શોક સંદેશો મોકલ્યો હતો.વડાપ્રધાન મોદીએ પણ તેમના નિધન પર એક ટ્વિવીટ કરી લખ્યું હતું કે, એક મહાન દૂરદર્શી નેતા હતાં જેમના કાર્યકાળ દરમિયાન ભારત અને UAEની વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતાં.

Last Updated : May 17, 2022, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details