ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોખરણમાં ભારતીય સૈન્યએ આકાશ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું - Pokharan field firing range of Jaisalmer

ભારતીય સૈન્યને વધુ એક સફળતા મળી છે. ભારતીય સૈન્યએ રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં આવેલા પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આકાશ મિસાઈલની અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું છે.

પોખરણમાં ભારતીય સેન્યએ આકાશ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું
પોખરણમાં ભારતીય સેન્યએ આકાશ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

By

Published : Mar 26, 2021, 12:24 PM IST

Updated : Mar 26, 2021, 2:57 PM IST

  • ભારતીય સૈન્યને મળી વધુ એક મોટી સફળતા
  • સૈન્યે આકાશ પરિક્ષણનું કર્યું સફળ પરિક્ષણ
  • સાઉથ વેસ્ટર્ન કમાન્ડે ટ્વિટર પર આપી માહિતી

આ પણ વાંચોઃમોરબીમાં સરદારની પ્રતિમાનું અનાવરણ કરનારા નિવૃત્ત આર્મી જવાનોનું સન્માન

રાજસ્થાનઃ ભારતીય સૈન્યને વધુ એક સફળતા મળી છે. ભારતીય સૈન્યએ રાજસ્થાનના જૈસલમેર જિલ્લામાં આવેલા પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં આકાશ મિસાઈલના અપગ્રેડેડ વર્ઝનનું સફળ પરિક્ષણ કર્યું છે. ભારતીય સૈન્યના સાઉથ વેસ્ટર્ન કમાન્ડે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી હતી, પરંતુ તેમાં એ નથી જણાવ્યું કે કઈ જગ્યાએ આ પરિક્ષણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃચીને સ્વીકાર્યુ કે અરૂણાચલથી લાપતા યુવક તેમની પાસે છેઃ કિરણ રિજ્જૂ

સાઉથ વેસ્ટર્ન કમાન્ડે ટ્વિટર પર આપી માહિતી

આકાશ મિસાઈલ 30 કિલોમીટર દૂરથી વિમાનને ટાર્ગેટ કરશે

સૈન્યના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, જૈસલમેર સ્થિત પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ગયા મંગળવારે 23 માર્ચે અપગ્રેડેડ આકાશ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું હતું, જે સાઉથ વેસ્ટર કમાન્ડની સૌથી મોટી ફાયરિંગ રેન્જ છે. આ મિસાઈલ પ્રણાલીથી વિમાનને 30 કિલોમીટર દૂર અને 18,000 મીટર ઉંચાઈ સુધી ટાર્ગેટ કરી શકાય છે. આ સાથે જ આકાશ મિસાઈલ ફાઈટર જેટ વિમાન, ક્રુઝ મિસાઈલો અને હવાની સપાટીવાળી મિસાઈલોની સાથે સાથે બેસેસ્ટિક મિસાઈલો હવાઈ લક્ષ્યોને બિનઅસરકારક કરવાની ક્ષમતા રાખે છે.

DRDOએ બનાવી છે આકાશ મિસાઈલ

ઉલ્લેખનીય છે કે, આકાશ મિસાઈલને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) બનાવી છે અને આ ભારતીય સૈન્ય અને વાયુ સેનાના ઓપરેશનલ સર્વિસમાં શામેલ છે.

Last Updated : Mar 26, 2021, 2:57 PM IST

ABOUT THE AUTHOR

...view details