પલનાડુંઃએક જમાનામાં મા-બાપ ગુસ્સે થાય, થોડો ઠપકો આપે તો પણ બાળકો સામું બોલતા નહીં અને હાથ ઉપાડવાનો કોઈ પ્રયાસ કરતા નહીં. પરંતુ હવે સમય બદલાયો છે. બાળકોની માનસિકતા પણ બદલાઈ ગઈ છે. જેમાં કેટલાક સંવેદનશીલ છે, તો અન્ય ક્રૂર બની (The harshness of the son) રહ્યા છે. એક દીકરાએ જન્મ આપનારી માતા પર હુમલો (Attack on Mother Andhra Pradesh) કરીને ઈજા પહોંચાડી હતી. એટલું જ નહીં આ દીકરાએ માતા પર એવો ગુસ્સો કાઢ્યો કે, માતાને શૌચાલટ માટેના ખાડામાં ફેંકી દીધી હતી. આવા શેતાની માનસવાળા દીકરાનું નામ ઈસુબુ છે.
આ પણ વાંચોઃ ભાજપના નેતાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારની સાઇબર ક્રાઈમે કરી ધરપકડ
માતાએ સુરક્ષા માંગીઃઆ ઘટના આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લામાં બની હતી. પલનાડુ જિલ્લાના ક્રોસુરુ મંડલના ગુડીપાડુ ગામમાં આ ઘટના બની હતી. આ માતાનો વાંક એટલો જ હતો કે, તેને એક જગ્યા પર શૌચાલય બનાવવાનું કામ કર્યું હતું. જેના કારણે દીકરો ગુસ્સે ભરાયો હતો. દીકરાને એટલો ગુસ્સો આવ્યો કે, તેણે પોતાની જ માતાને શૌચાલય માટે તૈયાર કરાયેલા ખાડામાં ફેંકી દીધી હતી. એટલું જ નહીં એને અટકાવનાર પરિવારના સભ્યોને પણ ધમકી આપી હતી. હવે માતાએ પોતાના આવા શેતાન પુત્રથી સુરક્ષા માટે માંગ કરી છે.
આ પણ વાંચોઃ માણસ છે કે રાક્ષસ? 6 વર્ષના બાળકનો ખાડામાંથી મળ્યો મૃતદેહ, થયું હતું આવું
ખાડામાં બેસી રહીઃમાતાએ પણ એ જ ખાડામાં બેસી રહીને દીકરા સામે સુરક્ષા માંગી છે. જોકે, કળયુગમાં સંબંધોની હત્યાના ઘણા કેસ બન્યા છે. પણ આમાં તો જનેતા પર જુલમ કરનારા દીકરા સામે માતાએ સુરક્ષા માંગી છે. જ્યારે તે હુમલો કરવા માટે આગળ આવ્યો ત્યારે પરિવારજનોએ પણ તેને આવું કામ કરતા અટકાવ્યો હતો.