ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાએ છીનવી ખુશી: લગ્નના 9 દિવસ પછી કૃષ્ણા બની વિધવા... કોરોનાથી પતિનું મોત, બન્ને પરિવારમાં શોક

રાજસ્થાનના જાલોર જિલ્લાના રાયપુરિયાના કૃષ્ણા કંવરના લગ્ન 30 એપ્રિલના રોજ ધૂમધામથી થયાં હતાં, પરંતુ લગ્નના 9 દિવસ પછી કોરોનાએ તેને વિધવા બનાવી છે. હવે નવવિવાહિત જોડીના ફોટા સાથેનો સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં લગ્નને મોકૂફ રાખવાની અને આ ઘટનાથી પાઠ લેવાની અપીલ કરવામાં આવી રહી છે.

કોરોનાથી પતિનું મોત
કોરોનાથી પતિનું મોત

By

Published : May 11, 2021, 8:03 AM IST

  • કોરોનાએ કૃષ્ણાને બનાવિ વિધવા
  • લગ્નના 9 દિવસ બાદ પતિનું મોત
  • બન્ને પરિવારમાં શોક
    કૃષ્ણા

જાલોર(રાજસ્થાન): જિલ્લાના રાયપુરિયામાં રહેતા ઈશ્વરસિંહે તેમની પુત્રી કૃષ્ણા કંવરના લગ્ન 30 એપ્રિલના રોજ બૈરઠ ગામના શૈતાનસિંહ સાથે કર્યાં હતા. લગ્નની બધી વિધિઓ ખુશીથી પૂર્ણ કર્યા પછી, કૃષ્ણ તેની સાસરિયામાં પહોંચી હતી, પરંતુ લગ્નના 9 દિવસ પછી કોરોનાએ તેના પતિને કૃષ્ણાથી છીનવી લીધો છે.

કૃષ્ણાને મળ્યું દુઃખ

કોરોનાથી મળેલા આ દર્દને કૃષ્ણા હવે આજીવન ભૂલી શકશે નહીં. આ અકસ્માત બાદ બન્ને પરિવારમાં શોકનું વાતાવરણ છે. ઘણા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શા માટે સરકાર શુભ મુહૂર્ત હેઠળ લગ્ન સમારંભોના ગીચ કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી રહી નથી.

શુભ મુહૂર્તમાં થયાં લગ્ન

મળતી માહિતી મુજબ, શૈતાન સિંહ અને કૃષ્ણા કંવરના લગ્ન માટે પરિવારના સભ્યોએ શુભ મુહૂર્ત જોવડાવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે બન્ને પરિવારોએ પરસ્પર સંમતિથી લગ્નનું આયોજન કર્યું હતું. લગ્નની બધી ધાર્મિક વિધિઓ બાદ નવા પરણેલા દંપતી તેમના ઘરે બૈરઠ પહોંચ્યા અને બીજા જ દિવસે વરરાજા શૈતાનસિંહની તબિયત લથડી હતી.

સોશિયલ મીડિયામાં સંદેશ

આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર સર્જાયા હ્રદયદ્રાક દ્રશ્યો, પતિનું મોત થતા પત્નીનું હૈયાફાટ રુદન

શૈતાનસિંહનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

હોસ્પિટલમાં જઇને તપાસ કરતાં વરરાજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પછી પરિવારે શૈતાનસિંહને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. શૈતાનસિંહની તબિયત લથડતી રહી અને સારવાર દરમિયાન કોરોનાએ 9 મેના રોજ શૈતાન સિંહનો જીવ લીધો છે.

સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ

જાલોરના કૃષ્ણ કંવર અને શૈતાન સિંહના આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન પછી તમામ લોકોએ પાઠ લેવો જોઈએ કે શુભ મુહૂર્તની આડમાં કૃષ્ણા કંવરની જિંદગી નરક બની ગઈ છે.

9 એપ્રિલે થયાં લગ્ન

મુખ્યપ્રધાન અશોક ગેહલોત અપીલ કરી ચૂક્યા છે

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ખુદ અપીલ કરી છે કે, કોરોનાની ભયાનકતાને જોતા લોકો લગ્ન સમારોહને મોકૂફ રાખે. લગ્ન સમારોહમાં શામેલ થાનારની સંખ્યા પણ 50થી 31 અને હવે 11 કરી દીધી છે, પરંતુ કોરોનાકાળમાં લગ્ન સમારોહ સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. જો કે, મુખ્યપ્રધાનની અપીલ બાદ લગ્ન સ્થગિત થવાના સમાચાર પણ ઘણા સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details