ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ફૂલોના કચરોનો આ રીતે ઉત્તમ ઉપયોગ કરે છે વિશાખાપટ્ટનમની ગ્રીન વેવ્ઝ - Visakhapatnam

મંદિરોમાં પૂજાઅર્ચનામાં ઉપયોગમાં લેવાતાં ફૂલો હોય કે સજાવટ માટે વપરાતાં ફૂલ હોય, છેવટે તો બધાં ફૂલો કચરાના ઢગલામાં જાય છે. વિશાખાપટ્ટનમના કેટલાક યુવાનોએ આ જોયું તો તેમને વિચાર આવ્યો કે ફૂલોના કચરાનો ઉપયોગ વધુ સારી ચીજો બનાવવામાં કરી શકાય છે. તો આ દિશામાં શું બહેતરીન કરી શકાય તેવા વિચારોના અમલીકરણ માટે તેઓએ ગ્રીન વેવ્ઝ એનવાયરમેન્ટલ સોલ્યૂશન્સ નામની એક સંગઠન બનાવી કામ શરુ કર્યું.

ફૂલોના કચરોનો આ રીતે ઉત્તમ ઉપયોગ કરે છે વિશાખાપટ્ટનમની ગ્રીન વેવ્ઝ
ફૂલોના કચરોનો આ રીતે ઉત્તમ ઉપયોગ કરે છે વિશાખાપટ્ટનમની ગ્રીન વેવ્ઝ

By

Published : Dec 5, 2020, 9:07 PM IST

Updated : Dec 6, 2020, 12:09 PM IST

  • ફૂલોના કચરાનો બહેતરીન રીસાયક્લ યુઝ કરતાં યુવાનો
  • વિશાખાપટ્ટનમના યુવાનોએ બનાવી દીધી સંસ્થા ગ્રીન વેવ્ઝ
  • પર્યાવરણ અનુકૂળ બનાવી ફૂલોના કચરામાંથી બનાવે છે અવનવી વસ્તુઓ

વિશાખાપટ્ટનમઃ સૂકાંયેલાં ફૂલોનો ઉપયોગ કરીને સુગંધિત ધૂપ, અગરબત્તી અને અન્ય ઉત્પાદનો બને છે. ઇલેકટ્રોનિક કચરાને વૈજ્ઞાનિક ઢબે અલગ કરવાના મૂળ વિચાર સાથે અનિલે ગ્રીન વેવ્ઝની સ્થાપના કરી હતી. પર્યાવરણને અનુકૂળ રહેવાના નિર્ણય સાથે તેમણે શૂન્ય કચરાનો સિદ્ધાંત લાગુ કરવાનો પાકો નિર્ધાર કર્યો. કેટલાક મંદિરોમાં જઈને તેમણે સંચાલકો સાથે મળીને નારિયેળ અને સૂકાં ફૂલો એકઠાં કરવાનું શરુ કર્યું અને પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનો બનાવવામાં આવી રહ્યાં છે.

  • ફૂલોમાંથી કઇ રીતે બનાવાય છે ધૂપ અને અગરબત્તી સહિતના ઉત્પાદન

ફૂલો જ્યારે સાવ સૂકાઈ જાય છે, ત્યારે ખાતરમાં ફેરવાઇ જાય છે. સૂકાં ફૂલોમાં પણ એ જ ગુણો અને સુગંધ અકબંધ રહે છે. આ ખાતર ફૂલોની જાત પ્રમાણે અલગ પાડવામાં આવે છે. જો આપણે ધ્યાનથી જોઇશું તો સમજાશે કે ગુલાબ અને હજારીગલ એકબીજાથી અલગ છે. આ પ્રક્રિયા પછી તેના વિવિધ પાવડર તૈયાર કરવામાં આવે છે. ધૂપ, ધૂપસળીઓ અને અન્ય ઉત્પાદનો બનાવવા માટે આ પાઉડરમાં આવશ્યક તેલ ઉમેરવામાં આવે છે.

અહીં તૈયાર કરવામાં આવેલાં સૂકાં ફૂલોના ઉત્પાદનો ફક્ત ધૂપ બનાવવા પૂરતાં નથી, તેમાંથી સુગંધિત સાબુ બનાવવાની તૈયારી પણ છે. તો નારિયેળના છોતરાંનો ઉપયોગ વાસણો અને અન્ય સામાન રાખવાના કન્ટેનર બનાવવામાં કરવામાં આવે છે. ફૂલોને સૂકવવામાં આવે છે અને તેમાં છોડના દરેક ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. બિયારણ અને ખાતરને લાયક ભાગને જુદાં પાડી વધી રહેલાં તમામ ભાગને સો ટકા ઉપયોગમાં લઇ લેવાનું લક્ષ્ય રાખવામાં આવે છે.

  • ઉત્પાદન માટે સૂકાં ફૂલો મેળવવા માટે મંદિરો મહત્ત્વના બન્યાં

ફૂલો ખૂબ ઉપયોગી છે. તેમાંથી ઘણાં ઉત્પાદનો બનાવી શકાય છે. નાળિયેરના છોતરાં વગેરેમાંથી વાવેતર માટે ઉપયોગી કોકો બાઉલ્સ, કોકો કૂંડા અને વાસણો તૈયાર કરવાનું નક્કી કર્યું છે. સૂકા ફૂલોના કચરાનો ઉપયોગ અત્તર, અગરબત્તી અને ત્વચાની સંભાળ માટે બનાવાતાં ઉત્પાદનો બનાવવામાં કરી શકાય છે. હવે એકવાર એવો નિર્ણય લેવાઈ ગયો તો ગ્રીન વેવ્ઝના સભ્યોએ વિવિધ મંદિરોનો સંપર્ક કર્યો અને પૂરી પ્રક્રિયા પર આગળ વધીને ઉપયોગની દિશામાં જોડાયેલી વિવિધ ગતિવિધિ શરુ કરી છે.

  • મહિલાઓને સ્વનિર્ભર બનાવવામાં ખૂબ ઉપયોગી

સંસ્થાએ શરૂઆતમાં વિવિધ ઉત્પાદનોનો વિકાસ કર્યો અને ત્યારબાદ સમગ્ર પ્રવૃત્તિ વિશે લોકોને જણાવવા સાથે તાલીમ આપવા માટેે કાર્યશાળાઓ શરૂ કરી છે. તેઓેએ જુદા જુદા વિસ્તારોમાં જઈને અને ઘરે રહીને પોતાની કુશળતા વિકસાવવામાં રસ ધરાવતી મહિલાઓ સાથે વાત કરીને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો પણ હાથ ધર્યા છે. મહિલાઓને તાલીમ આપીને ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા શીખવવામાં આવે છે. બાદમાં તે મહિલાઓ સ્વતંત્રપણે પોતાના ઘરમાં આપબળે આ પ્રવૃત્તિઓ કરી શકે છે.

  • કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પણ મળી રહ્યો છે સહકાર

વિશાખાપટ્ટનમ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગ્રીન વેવ્સના આ કાર્યોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેઓ વિવિધ સંસ્થાઓ દ્વારા ફૂલોનો અવશેષ એકઠો કરવાની શરૂઆત કરી રહ્યાં છે. એ માટેે બજારો, મંદિરો અને સમારંભોની સજાવટ થઈ હોય ત્યાંથી ફૂલો કલેક્ટ કરીને આ સંસ્થા દ્વારા કરવામાં આવતા ઉપયોગી કામમાં ઉપયોગમાં લેવા માટે પહોંચાડવામાં આવે છે.

જીવીએમસીના મુખ્ય તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે હું ગ્રીન વેવ્ઝની ફૂલોના અવશેષોમાંથી જે રીતે સાબુ અને ઘૂપ બનાવવાની પ્રવૃત્તિ કરાઈ રહી છે તેની પ્રશંસા કરું છું અને તેને એક વિેશેષ કાર્યક્રમની દ્રષ્ટિએ જોઉં છું.

  • કોટેજ ઇન્ડસ્ટ્રીઝ યોજના હેઠળ પ્રોત્સાહનની જરુર

ગ્રીન વેવ્સ સામાજિક જવાબદારી અને સર્જનાત્મકતા સાથે આસપાસના વિસ્તારોની મહિલાઓને ફૂલોના કચરામાંથી ધૂપ બનાવવા તાલીમ આપી રહી છે. કારણ કે આ કોઇ મશીન કે ઓજાર વિના પણ બનાવી શકવું સંભવ છે તેથી એવું સૂચન કરવામાં આવ્યું છે કે આ પ્રવૃત્તિને કોટેજ ઇન્ડસ્ટ્રી યોજના હેઠળ પ્રોત્સાહન આપવું જોઇએ અને તેના થકી સારી આવક મેળવવી સંભવ બનાવવી જોઇએ.

Last Updated : Dec 6, 2020, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details