ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા સરકાર વિચાર કરેઃ અલ્હાબાદ હાઈકોર્ટ - ઉત્તરપ્રદેશમાં નાઈટ કર્ફ્યૂ

ઉત્તર પ્રદેશ સહિત સંપૂર્ણ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી અલ્હાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે, રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લગાવવા અંગે વિચારવું જોઈએ.

UPમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા સરકાર વિચાર કરેઃ અલ્હાબાદ હાઈકોર્ટ
UPમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા સરકાર વિચાર કરેઃ અલ્હાબાદ હાઈકોર્ટ

By

Published : Apr 7, 2021, 11:14 AM IST

Updated : Apr 7, 2021, 3:52 PM IST

  • ઉત્તરપ્રદેશમાં પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો
  • અલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને આપી સલાહ
  • રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લગાવવા હાઈકોર્ટની સલાહ

આ પણ વાંચોઃબોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ કોરોના પોઝિટિવ

પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ): કોરોનાના વધતા કેસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવા અંગે વિચારવું જોઈએ, જેથી સામાજિક કાર્યક્રમોમાં ભીડને રોકી શકાય. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર અને ન્યાયાધીશ સિદ્ધાર્થ વર્માએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા આ નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના વાયરસની બીજી લહેરને પહોંચવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચોઃકોરોના વોરિયર્સમાં સૌથી ઉપર ખેડૂત, જેણે મહામારીમાં અન્ન પૂરૂ પાડ્યુ - એમ. વેંકૈયા નાયડુ

ચૂંટણી દરમિયાન રેલી ન નીકળે તેનું ધ્યાન રાખવુંઃ HC

હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, જિલ્લા તંત્ર અને પોલીસ અધિકારીને પણ માસ્ક પહેરવા કહ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે, જિલ્લા તંત્રએ શહેરમાં ભીડ ભેગી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે હાઈકોર્ટની બેન્ચે કહ્યું, ચૂંટણી દરમિયાન કોઈ રેલી ન નીકળે તેનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરવું પડશે.

Last Updated : Apr 7, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details