- વીજ ચોરી અટકાવવા સરકાર લાવી રહી છે નવી યોજના
- ગુજરાત સરકારે યોજનાનો લાભ લેવા તૈયારી દર્શાવી
- એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઈ જશે
ગાંધીનગર : રાજ્યમાં આગામી સમયમાં વીજ ચોરીને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી યોજના લાવવામાં આવી રહી છે. વીજ ચોરીના(Power theft ) અનેક બનાવો રાજ્યમાં બની રહ્યા છે. ત્યારે સ્કાડા હેઠળની આ યોજના અમલી બનાવવામાં આવી રહી છે. જે લોકો અત્યાર સુધી વીજ ચોરી કરતા હતા તે હવે નવા સ્માર્ટ મીટર(Smart meter) આવવાથી વીજ ચોરી કરી શકશે નહીં. સ્કાડા(SCADA ) હેઠળ પાણી ચોરીને યોજના બનાવી હતી. જેથી હવે આ યોજના પણ લાગુ કરવામાં આવશે.
ઉર્જા વિભવગની 4 કંપનીઓમાં આ યોજના લાગુ થશે
ઉર્જા વિભવગની(Department of Energy) 4 કંપનીઓમાં આ યોજના લાગુ થશે. જેમાં અત્યારે ચાલતા મીટરની સરખામણીએ આગામી દિવસોમાં આ યોજના હેઠળ તમામ વીજ મીટર બદલાશે.જેમાં નવા મીટરથી એક યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઈ જશે. આ મીટરોમાં પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી રહેશે.
કેન્દ્ર સરકારે આ માટે 2 લાખ 32 હજાર કરોડની યોજનાની તૈયાર કરી