ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GNCTD સુધારણા બિલનો દિલ્હીના CM અને DyCMએ વિરોધ કર્યો

લોકસભા પછી GNCTD સુધારણા બિલને રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલ પાસ થયા પછી દિલ્હીના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ટ્વીટ કરી આ બિલ અંગે નારાજગી વ્યક્ત કરી વિરોધ કર્યો છે.

GNCTD સુધારણા બિલનો દિલ્હીના CM અને DyCMએ વિરોધ કર્યો
GNCTD સુધારણા બિલનો દિલ્હીના CM અને DyCMએ વિરોધ કર્યો

By

Published : Mar 25, 2021, 8:46 AM IST

  • રાજ્યસભામાં GNCTD સુધારણા બિલ થયું પાસ
  • આ બિલથી અરવિંદ કેજરીવાલનું મોંઢું ગુસ્સાથી થયું લાલ
  • નાયબ મુખ્યપ્રધાન સિસોદિયાએ પણ ભાજપ પર કર્યા પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભા પછી GNCTD (ગવર્નમેન્ટ ઓપ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી) સુધારણા બિલને રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું છે. બિલ પાસ થયા પછી દિલ્હીના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ટ્વીટ કરી આ બિલ અંગે નારાજગી વ્યક્ત કરી વિરોધ કર્યો છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ટ્વીટ કરી આ બિલ અંગે નારાજગી વ્યક્ત કરી

આ પણ વાંચોઃદિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના રસી કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો

ગમે તેટલી અડચણ આવે અમે સારા કામ કરતા રહીશુંઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, લોકતંત્ર માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. તેમણે ટ્વીટ કરીને પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમે લોકોને સત્તા બીજી વખત સોંપવા માટે સંઘર્ષ કરતા રહીશું. કોઈ પણ અડચણ આવશે તો પણ અમે સારા કામ કરતા રહીશું. અમે ના તો રોકાવાના છીએ અને ના અમારી ગતિ ધીમી કરીશું.

આ પણ વાંચોઃઅરવિંદ કેજરીવાલે કહ્યું, વૃદ્ધ નાગરિકોને કરાવશે અયોધ્યાના દર્શન

દિલ્હીની સરકારના અધિકારો છીનવી LGને સોંપાયાઃ સિસોદિયા

દિલ્હીના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ટ્વીટ કરી આ બિલ અંગે નારાજગી વ્યક્ત કરી

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પણ આ બિલનો વિરોધ કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ લોકતંત્ર માટે કાળો દિવસ છે. દિલ્હીની પ્રજાએ ચૂંટેલી સરકારના અધિકારોની છીનવીને LGના હાથમાં સોંપવામાં આવ્યા. વિડંબણા તો એ છે કે લોકતંત્રની હત્યા માટે સંસદને પસંદ કરવામાં આવ્યું. જે અમારા લોકતંત્રનું મંદિર છે. દિલ્હીની પ્રજા આ તાનાશાહી સામે લડશે.

ABOUT THE AUTHOR

...view details