ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MH Crime News : પ્રેમ લગ્ન કરવા માટે યુવતીએ પિતાને મોતને ઘાટ ઉતારવાનો બનાવ્યો પ્લાન - The girl gave fathers betel nut as it would oppose the love marriage so the girl plotted to break the fathers leg

મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પુત્રી દ્વારા પોતાના જ પિતાની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેના પ્રેમીએ પણ તેને આ કાવતરામાં સાથ આપ્યો, કારણ કે તે આરોપી પુત્રીના પ્રેમ લગ્નનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસે આરોપી પુત્રીની સાથે તેના પ્રેમી અને અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 9, 2023, 7:43 PM IST

સોલાપુર : મહારાષ્ટ્રના સોલાપુરમાં એક પુત્રીએ તેના પિતાની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું જેથી તે તેના પ્રેમી સાથેના લગ્નમાં અવરોધ ન બની શકે. પરંતુ તે તેના પ્રેમી સાથે બનેલા આ પ્લાનમાં સફળ ન થઈ શકી. જો કે પિતાને ગંભીર ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી પુત્રીની સાથે તેના પ્રેમી અને અન્ય ચાર લોકોની ધરપકડ કરી છે.

પિતાના હત્યાનો પ્લાન ઘડ્યો : પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી પુત્રીની ઓળખ સાક્ષી શાહ તરીકે થઈ છે અને આરોપી પ્રેમીની ઓળખ ચૈતન્ય તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે, તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. પિતાના વિરોધથી પરેશાન થઈને તેણે પિતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેના પ્રેમી ચૈતન્ય સહિત ચાર લોકોને 15,000 રૂપિયાની સોપારી આપવામાં આવી હતી અને તેમના પિતાના પગ તોડી નાખવાનું કહ્યું હતું.

પ્રેમ લગ્ન કરવા ઇચ્છતિ હતી યુવતી : સોલાપુરની માધા પોલીસે જણાવ્યું કે, આ ઘટના માધા તાલુકાના વડાચી વાડીની છે. આરોપી પુત્રીના પિતાની ઓળખ મહેન્દ્ર શાહ તરીકે થઈ છે. આરોપીઓએ પુત્રીના પિતાને ખૂબ માર માર્યો હતો. આરોપી પુત્રી પુણેથી માધા ગઈ હતી, તેને પરત લાવવા માટે તેના પિતા મહેન્દ્ર શાહ કારમાં આવ્યા હતા. શેતફલ અને વડાચીવાડી વચ્ચે આરોપી પુત્રીએ તેના પિતાને બાથરૂમ જવાના બહાને કાર રોકવા કહ્યું હતું. આ દરમિયાન પાછળથી ટુ-વ્હીલર પર આવેલા ચાર લોકોએ આરોપી પુત્રીના પિતાને માર મારવાનું શરૂ કર્યું હતું. તેણે મહેન્દ્રના માથા પર કોદાળી વડે માર માર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તેની ચીસો સાંભળીને વડાચીવાડી ઉપસરપંચ અને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહેન્દ્ર શાહને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

Ahmedabad Crime : નકલી ઈડી ડાયરેક્ટર ઝડપાઇ ગયો, મુંબઇમાં મોજશોખ કરવા દોઢ કરોડ પડાવ્યાંનો ખુલાસો

Surat Viral Video : દસ વર્ષના પુત્રને મોપેડનું સ્ટેરીંગ આપી દેનાર અને નિયમ ભંગ કરાવનાર પિતા સામે સુરત પોલીસે કાર્યવાહી કરી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details