ઈન્દોર:સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની હિલચાલ (first solar eclipse of the year) વિશ્વભરના એસ્ટ્રોફિઝિસ્ટ્સને આજે (30 એપ્રિલ) આંશિક સૂર્યગ્રહણનો નજારો બતાવશે. જો કે, તે સમયે ભારતમાં રાત્રિ હોવાને (solar eclipse of 2022) કારણે, વર્ષનું આ પ્રથમ ગ્રહણ દેશમાં દેખાશે (first solar eclipse of 2022 not visible in india) નહીં.
આ પણ વાંચો:Solar Eclipse 2021 : વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ આજે, ઘણાં અદ્ભુત સંયોગ, નહી લાગે સૂતક
આ ભારતીય સમયે શરૂ થશે ગ્રહણ:ઉજ્જૈનની પ્રતિષ્ઠિત સરકારી જીવાજી વેધશાળાના અધિક્ષક ડૉ. રાજેન્દ્ર પ્રકાશ ગુપ્તાએ શુક્રવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, 'ભારતીય માનક સમય અનુસાર, આંશિક સૂર્યગ્રહણ 30 એપ્રિલથી 1 મેની વચ્ચે 12:15 મિનિટ અને 3 સેકન્ડ પર શરૂ થશે અને રાત્રે 2:11 મિનિટ અને 2 સેકન્ડ પર તેની ટોચ પર પહોંચશે.
આ પણ વાંચો:Solar Eclipse 2021 : વર્ષ 2021નું પ્રથમ સૂર્યગ્રહણ, જાણો કઇ રાશિને થશે લાભ અને કોને થશે ગેરલાભ
આ ક્ષેત્રોમાં દેખાશે સૂર્યગ્રહણ:તેમણે જણાવ્યું કે, ગ્રહણના શિખર પર ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એવી રીતે આવશે કે, પૃથ્વીના લોકો સૂર્યમંડળના વડા સૂર્યને 63.9 ટકા ઢંકાયેલો જોશે. ભારતીય માનક સમય અનુસાર આંશિક સૂર્યગ્રહણ 1 મેના રોજ સવારે 4:07 કલાકે અને પાંચ સેકન્ડ પર સમાપ્ત થશે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ અદ્ભુત અવકાશી ઘટના દક્ષિણ અમેરિકાના દક્ષિણ ભાગમાં, ઉત્તર અમેરિકાના આંતરિક ભાગમાં, દક્ષિણ પેસિફિક મહાસાગર અને દક્ષિણ એટલાન્ટિક મહાસાગર ક્ષેત્રમાં જોવા મળશે.