ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગંગોત્રી ધામના કપાટ આજથી 6 મહિના સુધી કપાટ ખૂલ્લા રહેશે, વડાપ્રધાન મોદીના નામની થઈ પહેલી પૂજા - Chardham Yatra canceled due to Corona

ગંગોત્રી ધામના ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. કારણ કે, ઉત્તરાખંડના ગંગોત્રી ધામના કપાટ સવારે 7.31 વાગ્યાના શુભ મુહૂર્તે ખૂલી ગયા છે. જોકે, શ્રદ્ધાળુઓને મંદિર પરિસરમાં આવવા માટે પ્રતિબંધ છે. આ કપાટ 6 મહિના માટે ખોલવામાં આવ્યા છે. જોકે, પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પહેલી પૂજા કરવામાં આવી હતી.

ગંગોત્રી ધામના કપાટ આજથી 6 મહિના સુધી કપાટ ખૂલ્લા રહેશે, વડાપ્રધાન મોદીના નામની થઈ પહેલી પૂજા
ગંગોત્રી ધામના કપાટ આજથી 6 મહિના સુધી કપાટ ખૂલ્લા રહેશે, વડાપ્રધાન મોદીના નામની થઈ પહેલી પૂજા

By

Published : May 15, 2021, 9:16 AM IST

Updated : May 15, 2021, 10:48 AM IST

  • ગંગોત્રી ધામના ભક્તો માટે ખુશીના સમાચાર
  • ગંગોત્રી ધામના કપાટ આજે સવારે 7.31 વાગ્યે ખૂલ્લા મુકાયા
  • આગામી 6 મહિના સુધી ગંગોત્રી ધામના કપાટ ખૂલ્લા રહેશે

ઉત્તરકાશીઃ ગંગોત્રી ધામના કપાટ આજે શનિવારે સવારે 7.31 વાગ્યાના શુભ મુહૂર્તથી ખૂલ્લા મૂકી દેવામાં આવ્યા છે. જોકે, વર્તમાન પરિસ્થિતિના કારણે ભક્તોને મંદિર પરિસરમાં આવવાની પરવાનગી નથી આપવામાં આવી. આ કપાટ આગામી 6 મહિના સુધી ખૂલ્લા રહેશે. આજથી કપાટ ખૂલતાની સાથે પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની પહેલી પૂજા કરવામાં આવી હતી.

આગામી 6 મહિના સુધી ગંગોત્રી ધામના કપાટ ખૂલ્લા રહેશે

આ પણ વાંચોઃઅભિજીત મુહૂર્તમાં વિધિ-વિધાન સાથે ખૂલ્યા યમુનોત્રી ધામ કપાટ, વડાપ્રધાન મોદીના નામે પ્રથમ પૂજા

કોરોનાના કારણે ચારધામ યાત્રા રદ

ગંગોત્રી ધામના કપાટ આજે શુભ મુહૂર્તમાં તમામ વિધિ સાથે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ગંગોત્રી ધામના કપાટ 25-25 પૂરોહિતો અને તંત્રના અધિકારીઓ, કર્મચારીઓની હાજરીમાં ખોલવામાં આવ્યા હતા. જોકે, કોરોનાના કારણે ચારધામ યાત્રા રદ છે.

આ પણ વાંચોઃ80 દિવસ બાદ ભવનાથ મહાદેવ મંદિરના કપાટ ભક્તો માટે ખુલશે

કેદારનાથ ધામના કપાટ 17 મે અને બદરીનાથ ધામના કપાટ 18 મેએ ખૂલ્લા મૂકાશે

કોરોના કાળમાં ગંગોત્રી ધામના કપાટ ખોલવામાં સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું હતું. 15 મે એટલે કે આજે ગંગોત્રી ધામના કપાટ શુભ બેલા પર સવારે 7.31 વાગ્યે 6 મહિના માટે ખૂલ્લા મુકવામાં આવ્યા છે. જ્યારે કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન થાય તે માટે તીર્થ પૂરોહિતોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, યમુનોત્રી ધામના કપાટ 14 મે, ગંગોત્રી ધામના કપાટ 15 મે, કેદારનાથ ધામના કપાટ 17 મે અને બદરીનાથ ધામના કપાટ 18 મેએ ખૂલ્લા મુકવામાં આવશે.

Last Updated : May 15, 2021, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details