ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પોપટના કારણે ત્રણ વર્ષથી અટક્યો હતો પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાનો મામલો, હવે આવ્યો નિર્ણય - THE DIVORCE CASE BETWEEN HUSBAND AND

મહારાષ્ટ્રના પુણેમાં એક દંપતી વચ્ચે એક અનોખો કિસ્સો જોવા મળ્યો, જ્યાં પતિએ તેની પત્નીને માત્ર એટલા માટે છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો કારણ કે તેને આફ્રિકન પોપટ પાછો જોઈએ છે જે તેણે તેની પત્નીને લગ્ન પહેલા ભેટ તરીકે આપ્યો હતો. જોકે, 3 વર્ષ બાદ હવે પત્ની તેને પરત કરવા માટે રાજી થઈ ગઈ છે.

THE DIVORCE CASE BETWEEN HUSBAND AND WIFE WAS STALLED FOR THREE YEARS BECAUSE OF PARROT NOW THE DECISION HAS BEEN TAKEN
THE DIVORCE CASE BETWEEN HUSBAND AND WIFE WAS STALLED FOR THREE YEARS BECAUSE OF PARROT NOW THE DECISION HAS BEEN TAKEN

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 8:59 PM IST

પુણે:મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં, એક પતિએ તેની પત્નીથી છૂટાછેડા લેવા માટે તેના આફ્રિકન ગ્રે પોપટને પરત કરવાની માંગ કરી છે. જે તેણે લગ્ન પહેલા તેની પત્નીને ભેટ તરીકે આપી હતી. પતિ-પત્ની લગભગ ત્રણ વર્ષથી ભૂરા પોપટને લઈને લડતા હતા. આખરે પત્ની પોપટ આપવા રાજી થઈ અને છૂટાછેડા લઈ લેવાયા હતા.

લગ્ન પહેલાં, પતિએ તેની ભાવિ પત્નીને ભેટ તરીકે એક આફ્રિકન પોપટ આપ્યો હતો. મળતી માહિતી મુજબ, તેઓએ વર્ષ 2019 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ બંને વચ્ચેના સંબંધો સારા ન રહ્યા અને વારંવાર ઝઘડા થતા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. બંનેએ પુણેની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

અરજી દાખલ કર્યા બાદ પતિએ માંગણી કરી હતી કે 'મેં તને આપેલો આફ્રિકન પોપટ તું પરત કરીશ ત્યારે જ હું તને છૂટાછેડા આપીશ.' પરંતુ પત્નીએ આ માટે ના પાડી દીધી હતી. પતિ-પત્ની વચ્ચેનો આ વિવાદ લગભગ 3 વર્ષથી ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા વકીલ ભાગ્યશ્રી ગુજરે જણાવ્યું હતું કે પતિ-પત્ની બાળકો અને ભરણપોષણને લઈને ઘણીવાર ઝઘડા કરતા હોય છે.

તેણે કહ્યું કે મારી સામે આવેલા છૂટાછેડાના કેસમાં પતિ-પત્ની 'ગ્રે પોપટ'ને લઈને લડતા હતા. લગ્ન પહેલા પતિએ પત્નીને એક આફ્રિકન પોપટ ભેટમાં આપ્યો હતો. લગ્નના થોડા મહિનાઓ બાદ બંને વચ્ચે વધતા જતા વિવાદને જોતા પત્નીએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. બંને છૂટાછેડા માટે તૈયાર હતા, પરંતુ છૂટાછેડા પહેલા પતિએ પત્નીને આપેલા આફ્રિકન પોપટની માંગણી કરી હતી.

  1. તામિલનાડુના શિક્ષણ મંત્રી પોનમુડીને 3 વર્ષની કેદની સજા, મદ્રાસ હાઈકોર્ટે સંભળાવ્યો ચુકાદો, શું હતો સમગ્ર મામલો જાણો અહીં..
  2. બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીના કેસની સુનાવણી કરી રહેલા જજનું ટ્રાન્સફર

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details