ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈન્દોરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે જિલ્લા તંત્રએ કામગીરી શરૂ કરી

ભારત સરકારે દેશને ભિક્ષુક મુક્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત ઈન્દોર જિલ્લા તંત્ર કામે લાગ્યું છે. હવે આ અભિયાનની સિદ્ધિઓ સામે આવી રહી છે. ઈન્દોર જિલ્લા તંત્રની કામગીરી દરમિયાન જે ભિક્ષુક મળ્યા છે તેમાંથી કરોડપતિથી લઈને ઈંગ્લિશ બોલે તેવા લોકો પણ છે. આ બંને ભિક્ષુક નશાની લતના કારણે પોતાના જીવનનો અંતિમ સમય શિબિરમાં પસાર કરવા મજબૂર બન્યા છે.

ઈન્દોરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે જિલ્લા તંત્રએ કામગીરી શરૂ કરી
ઈન્દોરને ભિક્ષુકમુક્ત બનાવવા માટે જિલ્લા તંત્રએ કામગીરી શરૂ કરી

By

Published : Mar 4, 2021, 3:14 PM IST

  • ભારત સરકારે શરૂ કર્યું ભિક્ષુક મુક્ત અભિયાન
  • ઈન્દોરમાં જિલ્લા તંત્ર ભિક્ષુકોને શોધવા કામ શરૂ કર્યું
  • શિબિરમાં તહેનાત સ્વયંસેવકો ભિક્ષુકોની કરે છે સેવા

ઇન્દોરઃ દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં બુઝુર્ગો સાથે થયેલા અમાનવીય વ્યવહારથી પાઠ લેતા હવે શહેરમાં તમામ ભિક્ષુકોને વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે. આટલું જ નહીં જો ભિક્ષુક વિવિધ જગ્યાઓથી સારવારથી લઈને સાર સંભાળ અને પુનર્વાસ માટે શિબિરોમાં લાવવામાં આવી રહ્યા છે. ઈન્દોર જિલ્લા તંત્ર ભિક્ષુકોને ભેગા કરી એક શિબિર યોજી રહી છે. આ શિબિરમાં કરોડપતિ ભિક્ષુકથી લઈને કડકડાટ અંગ્રેજી બોલનારા ભિક્ષુક પણ સામેલ છે. રમેશ યાદવ નામના ભિક્ષુક કરોડપતિ છે તો શ્યામ બિહારી નામના ભિક્ષુક કડકડાટ અંગ્રેજી બોલી રહ્યા છે.

શિબિરમાં ભિક્ષુકોને મળે છે વીઆઈપી ટ્રિટમેન્ટ

ઈન્દોરમાં પંજાબ અરોદવંશી ધર્મશાળામાં આવા ભિક્ષુકો માટે શિબિર યોજાઈ છે, જેમાં હાજર સ્વયંસેવકો ભિક્ષુકોની સેવા કરી રહ્યા છે. એટલે કે આ શિબિરમાં ભિક્ષુકોને વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે દેશના 10 શહેરોમાં ભિક્ષુકમુક્ત અભિયાન શરૂ કર્યું છે, જેમાંથી એક શહેર ઈન્દોર પણ છે. એટલે ઈન્દોરનું જિલ્લા તંત્ર આવા ભિક્ષુકોને શોધવામાં લાગ્યું છે, જેથી તેમનું જીવન સુધારી શકે.

આ પણ વાંચો :હવે મંદિરની બહાર ભિક્ષુકો નહીં બેસી શકે, ભિક્ષુકોની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ

ABOUT THE AUTHOR

...view details