મહબુબનગર: તેલંગણાના મહબુબનગર જિલ્લાના જૈનલીપુરમાંથી (Mahabubnagar in telangana) એક બાપે પોતાની દીકરી અને પત્નીની હત્યા (Murder Case Fom Telangana) કરી નાંખી છે. દીકરીએ એના પતિના ઘરે જવાનો ઈન્કાર કરી દીધો હતો. ક્રૃષ્ણૈયા અને કલામ્માની દીકરીના લગ્ન તારીખ 8 મે ના રોજ હતા. દીકરી સરસ્વતિ તારીખ 25 મેના રોજ જૈનલીપુર આવી હતી.
દીકરીને એના પતિના ઘરે જવાનું ગમતું ન હતું, પિતાએ ભરી લીધું એવું પગલું કે માથે હાથ દઈ બેસી રહેવાનો વારો આવ્યો - દીકરીની હત્યા
તેલંગણાના મહબુબ જિલ્લાના જૈનલીપુરમાંથી હત્યાનો (Murder Case From Telangana) કેસ સામે આવ્યો છે. જેમાં એક શેતાન બાપે એની જ દીકરીની ક્રુર હત્યા કરી નાંખી છે. માત્ર દીકરી જ નહીં એની જીવનસાથીને પણ ખતમ કરી દીધી છે.
![દીકરીને એના પતિના ઘરે જવાનું ગમતું ન હતું, પિતાએ ભરી લીધું એવું પગલું કે માથે હાથ દઈ બેસી રહેવાનો વારો આવ્યો દીકરીને એના પતિના ઘરે જવાનું ગમતું ન હતું, પિતાએ ભરી લીધું એવું પગલું કે માથે હાથ દઈ બેસી રહેવાનો વારો આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15437377-thumbnail-3x2-murder.jpg)
આ પણ વાંચો:સુરતમાં બ્રાન્ડેડ શેમ્પુની બોટલોમાં જૂઓ શું ભરીને વેચવાનું કૌભાંડ થતું હતું
પતિના ઘરે જવાનો ઈન્કાર: થોડા દિવસો બાદ દીકરી સરસ્વતિએ પોતાના પતિના ઘરે જવાની ના પાડી દીધી હતી. પછી કૃષ્ણૈયાએ દીકરીની હત્યા કરી નાંખી અને પત્નીએ પણ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સંબંધીઓ એમને સારવાર હેતું હોસ્પિટલ લઈ ગયા હતા. હૈદરાબાદ લઈને આવતા હતા ત્યારે રસ્તામાં જ માતા અને દીકરીનું મોત થઈ ગયું. જ્યારે હત્યા કરનારા કૃષ્ણૈયાનો ઈલાજ જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે કેસ નોંધીને કાયદેસરના પગલાં લીધા છે.