- હરિયાણાના ગુરુગ્રામમાં દેશનું પ્રથમ 'અનાજ એટીએમ'
- ગુરુગ્રામમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયુ ATM
- 70 કિલો અનાજ 7 મિનિટમાં આવશે બહાર
ચંદીગઢ: પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુરુગ્રામમાં દેશનું પ્રથમ 'અનાજ એટીએમ' (First Grain ATM) શરૂ કરવામાં આવ્યો છે. આ મશીન એક સમયે 5-7 મિનિટમાં 70 કિલો જેટલું અનાજ કાઢી શકે છે. હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, હવે અનાજ મેળવવા માટે ગ્રાહકોને સરકારી રેશન ડેપોની સામે કતારો લેવી પડશે નહીં કારણ કે હરિયાણા સરકાર ગ્રાહકોને 'અનાજ એટીએમ' પ્રદાન કરશે.
શું રેશન માફિયાઓ પર આવશે કાબૂ ?
દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) એ જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુગ્રામ જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશનું પ્રથમ અનાજ એટીએમ ગોઠવવામાં આવ્યું છે. ચૌટાલા પર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી પણ છે. તેમણે જણાવ્યું હતું કે, 'અનાજ એટીએમ' (Grain ATM)ની સ્થાપના સાથે રાશનના જથ્થાને સમયસર અને સચોટ માપવા સંબંધિત તમામ ફરિયાદોનું નિવારણ કરવામાં આવશે. ચૌટાલાએ અહીં એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, આ મશીન લગાવવાનો ઉદ્દેશએ ખાતરી કરવાનો છે કે, યોગ્ય માત્રામાં ઓછામાં ઓછા મુશ્કેલી સાથે યોગ્ય લાભકર્તા સુધી પહોંચે.