- હિરેનની કારનો ઉપયોગ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી રાખવા માટે કરાયો
- નરેશે ગુજરાતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા
- એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી
મુંબઈ: NIA એ ગુરુવારે અહીંની ક્લબમાં કારોબારી મનસુખ હિરેનની હત્યાના આરોપમાં તપાસ હાથ ધરી હતી અને સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા ઉપયોગમાં લેવાયેલા સિમ કાર્ડ સાથે સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો મેળવ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
હિરેનની કારનો ઉપયોગ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી રાખવા માટે કરાયો
ઉલ્લેખનીય છે કે, હિરેનની કારનો ઉપયોગ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક સામગ્રી રાખવામાં માટે કરાયો હતો. NIAના અધિકારીઓએ કહ્યું કે, દેવજીત નામના વ્યક્તિ સંચાલિત 'આશીષ ક્લબ' પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દેવજીતે આરોપી પૈકીના એક નરેશ ગૌરને વાજેના આદેશથી કથિત રૂપે નોકરી આપી હતી.
NIAના મુંબઈની ક્લબમાં દરોડા નરેશે ગુજરાતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા
અધિકારીઓએ કહ્યું કે, વાજેએ નરેશને આદેશ આપ્યો હતો કે, તે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે સિમ કાર્ડ ખરીદે. અધિકારીઓએ જણાવ્યું કે, નરેશે કથિત રૂપે પડોશી રાજ્ય ગુજરાતમાંથી સિમ કાર્ડ ખરીદ્યા હતા અને સહ આરોપી વિનાયક શિંદે દ્વારા વાજેને આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: એન્ટિલિયા કેસમાં ગુજરાત કનેક્શન : અમદાવાદમાંથી ખરીદવામાં આવ્યા હતા સીમ કાર્ડ
સિમ કાર્ડનો ઉપયોગ હિરેનને ફોન કરવા કરાયો
આમાંથી એક સિમ કાર્ડનો ઉપયોગ વાજે દ્વારા હિરેનને ફોન કરવા માટે કરાયો હતો, જે ઉદ્યોગપતિની હત્યા પહેલાનો છેલ્લો ફોન હતો. હિરેનનો મૃતદેહ નજીકના થાણે જિલ્લાના મુબ્રા શહેરમાં 5 માર્ચે નાળામાંથી મળી આવ્યો હતો.
ક્લબમાં દરોડ સમયે સિમ કાર્ડ સંબંધિત દસ્તાવેજો મળ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે તપાસ દરમિયાન ક્લબમાંથી સિમ કાર્ડ સાથે સંબંધિત દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી જેનાથી સંકેત મળે છે કે, સરકારી કર્મચારીઓને લાંચ આપવામાં આવી છે.
NIAના મુંબઈની ક્લબમાં દરોડા, સિમ કાર્ડ સંબંધિત દસ્તાવેજો મળ્યા આ પણ વાંચો: એન્ટિલિયા શંકાસ્પદ કાર કેસ : કાર માલિકનું મોત, NIA તપાસની માગ
વાજે હાલ પોલીસ કસ્ટડીમાં
વાજેની NIA દ્વારા 15 માર્ચે અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં તે 3 એપ્રિલ સુધી કેન્દ્રીય એજન્સીની કસ્ટડીમાં છે. હિરેન હત્યા કેસમાં પ્રાથમિક તપાસ હાથ ધરતા મહારાષ્ટ્ર ATS દ્વારા ગૌર અને શિંદેની ધરપકડ કરવામાં આવી હતી.
એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી
મુકેશ અંબાણીના નિવાસ્થાન એન્ટિલિયા નજીકથી વિસ્ફોટક ભરેલી કાર મળી આવી હતી, ત્યારબાદ આ સમગ્ર ઘટનાક્રમની તપાસ મહારાષ્ટ્ર ATS અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવતા મુખ્ય આરોપી તરીકે સસ્પેન્ડ કરાયેલા અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાજેનું નામ આવ્યું હતું. આ કેસમાં કચ્છના બુકી નરેશ ગૌરેએ સિમ કાર્ડ આપ્યા હોવાનું ખુલ્યું હતું.