- હરિયાણામાં કોંગ્રેસ સંગઠનનું વિસ્તરણ કરવાની પ્રવૃત્તિ તેજ
- દરેક જિલ્લાના કોંગ્રેસ સુપરવાઈઝર્સને બોલાવવામાં આવ્યા
- હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
આ પણ વાંચોઃકોંગ્રેસ આતંકવાદીઓની ટેકોવાળી પાર્ટી છેઃ ભાજપના ધારાસભ્ય મદન દિલાવાર
ચંડીગઢઃ હરિયાણામાં કોંગ્રેસ પોતાનું સંગઠનનું વિસ્તરણ કરવાની પ્રવૃત્તિ તેજ કરી રહી છે. 5 અને 6 એપ્રિલે હરિયાણા માટે નિયુક્ત કરાયેલા દરેક જિલ્લાના કોંગ્રેસ સુપરવાઈઝર્સને બોલાવવામાં આવ્યા હતા. હરિયાણા કોંગ્રેસના પ્રભારી વિવેક બંસલની અધ્યક્ષતામાં સતત બે દિવસ સુધી સુપરવાઈઝર્સના ફીડબેક લેવાનો કાર્યક્રમ ચાલશે. આ દરમિયાન હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ કુમારી સૈલજા પણ ઉપસ્થિત રહેશે.