- રાજસ્થાનના મુખ્યપ્રધાને રાજ્યની સ્થિતિ અંગે કેન્દ્ર સરકારને જાણ કરી
- રાજસ્થાનના મુખ્યપ્રધાને કેન્દ્રિય ગૃહપ્રધાનને સમગ્રી સ્થિતિ જણાવી
- રાજ્યમાં ઝડપથી ઓક્સિજન અને દવાઓ પહોંચાડવા મુખ્યપ્રધાનની અપીલ
જયપુરઃ રાજસ્થાનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે અહીં કેટલીક હોસ્પિટલ્સમાં ઓક્સિજન અને દવાઓની પણ અછત સર્જાઈ રહી છે. આ સ્થિતિ અંગે કેન્દ્ર સરકારને જાણ કરવા માટે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. મુખ્યપ્રધાને વિનંતી કરી હતી કે, રાજસ્થાનમાં સ્થિતિ બગડતી જતી હોવાથી ઝડપથી ઓક્સિજન અને દવાનો પૂરવઠો યોગ્ય માત્રામાં પૂરો પાડવામાં આવે.
આ પણ વાંચોઃખેડા જિલ્લામાં ચિંતાજનક સ્થિતિ, વધુ 156 કોરોના કેસ નોંધાયા
રાજસ્થાનમાં કોરોનાના એક્ટિવ કેસ 1,70,000
મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. ગુરુવારે અહીં એક્ટિવ કેસની સંખ્યા 1,70,000 થઈ છે. તેવામાં તેમણે આગ્રહ પણ કર્યો હતો કે, ઝડપથી જ ઓક્સિજન અને દવાઓ પહોંચાડવામાં આવે, જેથી સ્થિતિ પર કાબૂ મેળવી શકાય.
આ પણ વાંચોઃગુજરાત સ્થાપના દિનથી રાજ્યમાં વેક્સિનેશન શરૂ નહીં થાય
સિનિયર IAS ઓફિસરને 2 મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ
રાજ્ય સરકારે સિનિયર IAS ઓફિસર અખિલ અરોડાને વધારાની જવાબદારી સોંપી છે. તેમના આદેશ સુધી કોરોના મેનેજમેન્ટ માટે મેડિકલ અને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને જવાબદારી સોંપવામાં આવી છે. વર્તમાનમાં અખિલ અરોડા નાણા વિભાગના મુખ્ય સચિવ છે. તેવામાં હવે 2 મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી અરોડા પાસે હશે. રાજ્ય સરકારે કોરોના સંક્રમણને કાબૂમાં લાવવા માટે અરોડાને આ વધારાની જવાબદારી સોંપી છે.