હૈદરાબાદ: પતંગ ઊંચે ઊડી શકે છે અને મેદાન પર રહેલા ઘાસ અને ફૂલની કળીઓ માટે ગંભીર નુકસાનકારક હોઈ શકે છે. અને તે સરવાળે કમળ ખિલવવામાં મદદ કરે છે.
ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)એ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી દસ બેઠકો પર ઉમેદવારી કરવા માટે તૈયારીઓને વેગ આપવાનું પહેલાં જ શરૂ કરી દીધું છે અને રાજ્યમાં મતોનું ધ્રૂવીકરણ થવાનો મુદ્દો અને મુસ્લિમ લઘુમતીને મત બૅન્ક તરીકે શ્રેણીબદ્ધ કરવાનો મુદ્દો ફરી એક વાર સપાટી પર આવી ગયો છે. આગમાં ઘી હોમતાં, અન્ય મુસ્લિમ પંથ ગુરુ અબ્બાસ સિદ્દિકીએ ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ તરતો મૂક્યો છે. એઆઈએમઆઈએમ સાથે તે અનેકની, શાસક તૃણમૂલ કૉંગ્રેસના મોટા ભાગનાની જિંદગીને અશાંત કરી શકે છે.
લઘુમતીઓને મત બૅન્ક તરીકે મૂલવવા એ બંગાળના રાજકારણની લાંબા સમયની પરંપરા રહી છે અને તે માત્ર એક જ ચૂંટણી ઋતુ પૂરતું સીમિત નથી રહ્યું. મમતા બેનર્જી એક ખાસ રીતે સ્થિત હોય અને પ્રાર્થના કરી રહ્યાં હોય તેનાં પૉસ્ટરો અને કટઆઉટ સાથે તે પરંપરા પાછી ફરી છે. આ પૉસ્ટરો અને કટઆઉટ એક ખાસ પંથીય સમુદાયના વાર્ષિક ઉત્સવો અને રિવાજોના બરાબર પહેલાં જ બહાર પડાયાં છે. તૃણમૂલ કૉંગ્રેસ-સરકારનો ઈમામ અને મુએઝ્ઝિનોને માસિક સ્ટાઇપેન્ડ આપવાનો નિર્ણય મમતા બેનર્જીના પટારામાંથી નીકળેલો તાજો નાણાનો સ્રોત છે.
બંગાળ પર ૩૪ વર્ષ શાસન કરનાર ડાબેરી મોરચો પણ તુષ્ટીકરણના રાજકારણમાં પાછળ નથી. વાસ્તવમાં, દરેક ચૂંટણી ઋતુમાં મુસ્લિમ લઘુમતીના મોટા ભાગના મતો મેળવવાની યુક્તિઓની તેની પોતાની રીતો છે. ચાહે તે આર્થિક સહાય હોય કે મદરેસા બૉર્ડને સંસ્થાગત કરવાનું હોય કે લઘુમતી મુસ્લિમ અભ્યાસને સમર્પિત જ હોય તેવી યુનિવર્સિટી બનાવવાની વાત હોય. તેના શાસનકાળના અંતમાં સીપીઆઈએમે સરકારી નોકરીઓમાં મુસ્લિમો માટે ૧૦ ટકા અનામત સર્જવાના તેના આશયની ઘોષણા કરી હતી પરંતુ તેનો ક્યારેય અમલ ન કરી શક્યો. તેમને શાસનમાંથી બહાર ધકેલી દેવાયા. ચૂંટણીમાં મુસ્લિમ મતદારો મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા સાથે, કોઈ પક્ષ તેમની અવગણના કરી નહીં શકે.
પરંતુ વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે એક અલગ પત્તું ઉતર્યું હતું.
ગત લોકસભા ચૂંટણીમાં થયું તે રીતે બંગાળ ચૂંટણીમાં મતદારોનું ધ્રૂવીકરણ ક્યારેય આટલું જાહેર નહોતું. વર્ષ ૨૦૦૧ અને ૨૦૦૬ની ચૂંટણીમાં ભાજપ માત્ર વાડા પર બેઠેલો હતો. ૧૯૯૮, ૧૯૯૯ અને ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીમાં પક્ષ તૃણમૂલ કૉંગ્રેસના જુનિયર સાથી તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હતો પરંતુ જ્યારે રાજ્યની ચૂંટણીઓ આવી ત્યારે મમતાએ કૉંગ્રેસને પસંદ કરી. વર્ષ ૨૦૧૧ની વિધાનસભા ચૂંટણીમાં પણ જ્યારે મમતાએ છેવટે ડાબેરી મોરચાને હરાવવામાં સફળતા મેળવી ત્યારે તેણે કૉંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, ભાજપ સાથે નહીં. તે ચૂંટણીમાં ભાજપે માત્ર ૪.૧ ટકા મતો જ મેળવ્યા હતા.
વર્ષ ૨૦૧૬માં, મમતા બેનર્જી એકલા ચૂંટણી લડ્યાં અને ડાબેરી મોરચા-કૉંગ્રેસ યુતિ તેમજ ભાજપ કે જે હવે કેન્દ્રમાં શાસક પક્ષ છે અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે છે, તેને હરાવ્યાં હતાં. રસપ્રદ વાત એ છે કે હવે ભાજપનો ૧૦ ટકા મત હિસ્સો છે. વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં, ભાજપ પશ્ચિમ બંગાળમાં ચમત્કારી ૪૦ ટકા મત હિસ્સા સાથે મુખ્ય વિપક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.
શું તે માત્ર લોકપ્રિય મત હતા? શું તેનું કારણ એ હકીકત છે કે ડાબેરી મોરચાનો મત હિસ્સો ૨૭ ટકાથી ઘટીને ૭.૫ ટકાએ સરકી ગયો હતો કે કૉંગ્રેસનો મત હિસ્સો ૭ ટકાની આસપાસ ઘટી ગયો હતો અને તૃણમૂલનો ૨ ટકા આસપાસ?