- પ્લાસ્ટિકના અનેક યુનિટો પર અસર
- પ્લાસ્ટિકની જાડાઈ 50 માઈક્રોન થી વધીને 120 માઈક્રોન કરવામાં આવી
- વેપારીઓની ચિંતામાં વધારો
અમદાવાદ: કેન્દ્ર સરકારે આગામી વર્ષ સુધીમાં ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. દેશભરમાં મોટા પાયે પ્લાસ્ટિક કચરાના સંકટ સામે લડવાની માંગ વચ્ચે કેન્દ્રએ 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક આઇટમ્સ'ના ઉપયોગ પર ગયા વર્ષે 1 જુલાઈથી પ્રતિબંધ મૂક્યો છે.
50 માઈક્રોન થી વધીને 120 માઈક્રોન
આ સિવાય સરકારે પોલીથીન બેગની જાડાઈ 50 માઈક્રોનથી વધારીને 120 માઈક્રોન કરી છે. જોકે, જાડાઈ નિયમન 30 સપ્ટેમ્બરથી બે તબક્કામાં અમલમાં આવશે.કેન્દ્ર સરકારના આ નિર્ણયની ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર પણ અસર થશે. રાજ્યમાં અંદાજે 3500 નાના ઉત્પાદકો છે જેમને આ નિર્ણયને કારણે પોતાના યુનિટને અપગ્રેડ કરવા પડશે. જેના માટે દરેકે 5 લાખ જેટલો ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં 70 હજાર લોકોની રોજગારીને અસર થઈ શકે છે.
આ પણ વાંચો : કયા દેશને કોરોનાની કઈ વેક્સિનના નકલી ડોઝ મળ્યા? જુઓ
10 થી 12 હજાર યુનિટ પર થશે અસર
ગુજરાતમાં હાલમાં એક અંદાજ મુજબ 10થી 12 હજાર આસપાસ પ્લાસ્ટિક યુનિટ છે. જેમાંથી 3500 યુનિટ એવા છે જે 75 માઈક્રોનવાળી પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં કેરી બેગ, થર્મોકોલ, ચાના કપ સહિતની વસ્તુઓ સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધની અસર આ જ યુનિટોને સૌથી વધારે થવાની છે. સરકારના પ્રતિબંધની સૌથી વધુ અસર આ નાના યુનિટને જ થવાની છે. કારણ કે હવે તેમણે પોતાની મશીનરીને અપગ્રેડ કરવી પડશે. 50માંથી 75 માઈક્રોન સુધી અપગ્રેડ કરવામાં વધારે ખર્ચ નથી પરંતુ 120 માઈક્રો સુધી અપગ્રે કરવામાં લાખોનો ખર્ચ પહોંચી શકે છે.
ભાવમાં થશે વધારો
નાના ઉત્પાદકો પર ખર્ચનો ભાર વધશે. કોરોનાના પ્રકોપને કારણે પહેલાથી જ નુકસાનનો સામનો કરી રહેલા આ નાના યુનિટો માટે હવે નવા નિયમને કારણે મુશ્કેલી વધવાની છે. બીજી બાજુ બેંકમાંથી લોન પણ મળતી નથી. વેપારીઓનું કહેવું છે કે, સરકારે 1 કરોડ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવાની વાત કહી હતી પરંતુ કોઈ બેંક લોન આપતી નથી. સરકારના નવા નિયમને કારણે સામાન્ય વ્યક્તિને પણ નુકસાન થવાનું છે. કારણ કે યુનિટ અપગ્રેડ કરવાને કારણે ઉત્પાદકોને ખર્ચ વધશે જેના કારણે પ્લાસ્ટિકની પ્રોડક્ટના ભાવમાં પણ વધારો થશે. જેની અસર સામાન્ય વ્યક્તિના ગજવા પર પણ જોવા મળશે.ગુજરાતમાં પ્લાસ્ટિકની વસ્તુનું પ્રોડક્શનપ્લાસ્ટિકની થેલી, ચોકલેટના રેપર, મસાલાની થેલીઓ જેવી વસ્તુઓ 75 માઈક્રોનથી બને છે.
આ પણ વાંચો : આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની પુણ્યતિથિ
અનેક વસ્તુઓ પ્લાસ્ટિકથી બને છે
75થી ઓછી માઈક્રોનવાળી પ્રોડક્ટ પર પ્રતિબંધને કારણે નાના યુનિત પર તેની અસર પડશે અને પ્લાસ્ટિકથી બનતી પ્રોડક્ટ મોંઘી થશે. ગુજરાતમાં વડોદરા, હાલોલ, કાલોલ તેમજ ધોરાજીમાં પાતળા માઇક્રોનવાળા પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે. 75થી 120 માઇક્રોનથી અનેક પ્રોડક્ટ બને છે, જેમાં કેરી બેગ, ચાના કપ, કાન સાફ કરવા માટે પ્લાસ્ટિક સ્ટિક, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, પ્લેટ્સ, કપ, ચશ્માં, પ્લાસ્ટિકની કાંટા ચમચી, છરીઓ, સ્ટ્રો, ટ્રે, રેપિંગ, મીઠાઈ બોક્સ, ઈન્વિટેશન કાર્ડ્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, 30 સપ્ટેમ્બર, 2021થી પ્લાસ્ટિકની કેરી બેગ 60 ગ્રામ પ્રતિ ચોરસમીટરથી ઓછી ન હોવી જોઈએ, સાથે જ 2022ના ડિસેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી બનતા પ્લાસ્ટિક પર પણ સરકારે પ્રતિબંધ મુક્યો છે.