ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશના પહેલા સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર કરશે ISROની મદદ - ઉત્તરાખંડ

ભારતના પહેલા સૌર અંતરિક્ષ મિશનથી મળનારા આંકડાઓને એક વેબ ઈન્ટરફેસ પર જમા કરવા માટે એક કમ્યુનિટી સર્વિસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે, જેથી ઉપયોગકર્તા આ આંકડાઓના તાત્કાલિક જોઈ શકે. વૈજ્ઞાનિક રીતે તેનું વિશ્લેષણ કરી શકે. આ સેન્ટરનું નામ છે આદિત્ય એલ વન સપોર્ટ સેલ (AL1SC).

દેશના પહેલા સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર કરશે ISROની મદદ
દેશના પહેલા સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર કરશે ISROની મદદ

By

Published : Jun 9, 2021, 2:09 PM IST

  • ઈસરોના પ્રથમ સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર પણ જોડાશે
  • આ સેન્ટરને ઈસરો અને ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિક વિભાગે મળીને બનાવ્યું
  • આ સેન્ટરનું નામ છે આદિત્ય એલ વન સપોર્ટ સેલ (AL1SC)

નવી દિલ્હીઃ ભારતીય સ્પેસ એજન્સી ઈસરો એક પછી એક નવી સિદ્ધિ હાંસલ કરતું જ જાય છે. ત્યારે હવે ઈસરો ભારતનું પહેલું સૌર અંતરિક્ષ મિશનમાં ઉત્તરાખંડના સેન્ટરની મદદ લેશે. આ સેન્ટરને ઈસરો અને ભારત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સે મળીને બનાવ્યું છે. આ કેન્દ્રનો ઉપયોગ ગેસ્ટ ઓબ્ઝર્વર દ્વારા વૈજ્ઞાનિક આંકડાઓના વિશ્લેષણ અને સાયન્સ સુપરવિઝન પ્રપોઝલને તૈયાર કરવામાં કરાશે.

આ પણ વાંચો-છત્તીસગઢની સૃષ્ટિ બાફનાએ ISROની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં પહેલો ક્રમાંક મેળવ્યો

આ સેન્ટર ઈસરોની સહાયતા કરશે

AL1SCની સ્થાપના ARIESના ઉત્તરાખંડમાં આવેલા હલ્દવાની પરિસરમાં કરવામાં આવી છે, જે ઈસરોની સાથે સંયુક્ત રીતે કામ કરશે, જેથી ભારતના પહેલા સૌર અંતરિક્ષ મિશન આદિત્ય L1 (Aditya-L1)થી મળનારા તમામ વૈજ્ઞાનિક વિવરણો અને આંકડાઓનું વધુને વધુ વિશ્લેષણ અને ઉપયોગ કરી શકાય. આ કેન્દ્ર વિદ્યાર્થીઓ અને વિવિધ અનુસંધાન સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, વિદ્યાલયોના શિક્ષકો અને Aditya-L1 પેલોડ ટીમ અને ખગોળ જગતના અનુસંધાનથી જોડાયેલી કમ્યુનિટી વચ્ચે બ્રિજનું કામ કરશે. આ કેન્દ્રથી આશા દર્શાવાઈ રહી છે કે, આદિત્ય એલ વનના વૈજ્ઞાનિક આંકડાઓની જાળવણી માટે આવશ્યક વિશ્લેષક સોફ્ટવેર તરીકે તથા તેના વિકાસમાં ઈસરોની સહાયતા કરશે.

આ પણ વાંચો-10 માર્ચે ગૂગલે ડૂડલમાં મૂક્યાં તે પ્રો. ઉડુપી રામચંદ્ર રાવનો જન્મદિવસ, આ સેટેલાઈટ મેનને જાણો

આ કેન્દ્ર સૌર મિશનથી જોડાયેલા આંકડા ઉપલબ્ધ કરાવશે

આ કેન્દ્ર વિશ્વની અન્ય અંતરિક્ષ વેધશાળાઓ સાથે જોડાશે. સૌર મિશનથી જોડાયેલા આંકડા ઉપલબ્ધ કરાવશે, જે આદિત્ય એલ વનથી મળનારા વિવરણમાં મદદ કરી શકશે. ઉપયોગકર્તાઓને આદિત્ય એલ વનની પોતાની ક્ષમતાઓથી આગળનું વૈજ્ઞાનિક લક્ષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details