- આસામ અને મિઝોરમ વચ્ચેના સરહદી વિવાદને લઈને આસામના અધિકારીઓ પર ગોળીબાર થયો
- 1993માં ભારતીય સર્વેક્ષણ દ્વારા મેળવવામાં આવેલો સીમા અને બંધારણીય નકશો તેને સ્વીકાર્ય છે: આસામ
- શાહે પૂર્વોત્તર વિસ્તારમાં આંતર-રાજ્ય સીમાઓ અને જંગલોના મેપિંગ કરવાનું સૂચન કર્યું
નવી દિલ્હી: કેન્દ્રએ સેટેલાઇટ(Satellite)ની તસવીરો દ્વારા પૂર્વોત્તર રાજ્યોની સીમાઓનું સીમાંકન કરવાનો નિર્ણય કર્યો છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, આ કાર્ય ઉત્તર પૂર્વીય અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (NESAC) ને સોંપવામાં આવ્યું છે, જે અંતરિક્ષ વિભાગ (DOS) અને પૂર્વોતરી પરિષદ (NEC)ની સંયુક્ત પહેલ છે. NESAC અદ્યતન અંતરિક્ષ ટેકનોલોજી સહાયતા કરીને પૂર્વોતર વિસ્તારમાં વિકાસ પ્રક્રિયાને વેગ આપવામાં મદદ કરે છે.
આ પણ વાંચો- ISROએ અમેરિકાના 6 ઉપગ્રહ સહિત 4 દેશોના સેટેલાઈટ લોન્ચ કર્યાં
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આંતર-રાજ્ય સરહદોનું સીમાંકન કરવાનો વિચાર રજૂ કર્યો
આંતરરાજ્ય સરહદ વિવાદ તાજેતરમાં સમાચારોમાં રહ્યો છે, જ્યારે આસામ-મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ પર અથડામણમાં આસામના પાંચ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મૃત્યુ થઇ ગયું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) થોડા મહિના પહેલા સેટેલાઈટની તસવીર દ્વારા આંતર-રાજ્ય સરહદોનું સીમાંકન કરવાનો વિચાર રજૂ કર્યો હતો. શાહે પૂર્વોત્તર વિસ્તારમાં આંતર-રાજ્ય સીમાઓ અને જંગલોના મેપિંગ અને રાજ્યો વચ્ચે સરહદો માટે NESACનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું.