ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમૃતસરમાં આતંકવાદી કાવતરું! પોશ કોલોનીમાં હેન્ડ ગ્રેનેડ મળ્યું, પોલીસ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગી - amritsar police

શુક્રવારે પંજાબના અમૃતસરમાં અચાનક હંગામો મચી ગયો હતો, જ્યારે શહેરના પોશ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળ્યાના સમાચાર મળ્યા હતા. સુચના મળતા જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી, જે બાદ તેને કબ્જે કરી નાશ કરવામાં આવ્યો.

અમૃતસરમાં આતંકવાદી કાવતરું! પોશ કોલોનીમાં હેન્ડ ગ્રેનેડ મળ્યું, પોલીસ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગી
અમૃતસરમાં આતંકવાદી કાવતરું! પોશ કોલોનીમાં હેન્ડ ગ્રેનેડ મળ્યું, પોલીસ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગી

By

Published : Aug 13, 2021, 2:17 PM IST

  • પંજાબના અમૃતસરમાં મળ્યો હેન્ડ ગ્રેનેડ
  • પોલીસ અને બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ લાગી તપાસમાં
  • પોલીસ અને બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ ઘટના સ્થળે પહોંચી

અમૃતસર: શુક્રવારે પંજાબના અમૃતસરમાં અચાનક હંગામો મચી ગયો હતો, જ્યારે શહેરના પોશ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળ્યાના સમાચાર મળ્યા હતા.સુચના મળતા જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી, જે પછી તેને કબ્જે કરી નષ્ટ કરવામાં આવ્યો છે.

અમૃતસરમાં આતંકવાદી કાવતરું! પોશ કોલોનીમાં હેન્ડ ગ્રેનેડ મળ્યું, પોલીસ-બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસમાં લાગી

સફાઈ કર્મચારીએ જોયો હતો ગ્રેનેડ

મળતી માહિતી મુજબ, જ્યારે સફાઈ કર્મચારી અહીં આ વિસ્તારમાં સફાઈ કરી રહ્યો હતો, ત્યારે તેણે આ ગ્રેનેડ જોયો. આ પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

સમગ્ર મામલો અમૃતસરના પોશ વિસ્તાર રણજીત એવન્યુનો

આ સમગ્ર મામલો અમૃતસરના પોશ વિસ્તાર રણજીત એવન્યુનો છે. માહિતી મળ્યા બાદ DCP મુખવિંદર સિંહ ભુલ્લર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમના કહેવા મુજબ હેન્ડ ગ્રેનેડ જેવી વસ્તુ મળી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ બોલાવવામાં આવી છે.

સ્વતંત્રતા દિવસના પગલે પોલીસ અને સુરક્ષા ટીમ સતર્ક

તમને જણાવી દઈએ કે, રવિવારે 15 ઓગસ્ટ છે, તેથી આ દિવસોમાં દરેક નાની વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ માહિતીની દરેક સ્કેલ પર ચકાસણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસના દિવસે ઘણી વખત આતંકવાદીઓના પ્રયત્નો હોય છે કે, કોઈ અનિચ્છનીય ઘટનાને અંજામ આપવામાં આવે તેથી પોલીસ સતર્ક રહે છે.

આ પણ વાંચો:જમ્મુ-શ્રીનગર હાઈવે પર BSF જવાનોના કફલા પર ગોળીબાર, 2 જવાન ઘાયલ

ABOUT THE AUTHOR

...view details